બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / NPS વાત્સ્લ્ય યોજના, જાણો શું છે આ સરકારી સ્કીમ, જેનાથી સુધરી જશે બાળકોનું ભવિષ્ય, આજે લોન્ચિંગ
Last Updated: 08:55 AM, 18 September 2024
તમને જણાવી દઈએ કે NPS વાત્સલ્ય મોદી સરકારની યોજના છે. તે બાળકોના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા માટે લાવવામાં આવ્યું છે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે માતા-પિતા અને વાલીઓ આ પેન્શન યોજનામાં યોગદાન આપશે. એકવાર બાળક પુખ્ત થાય પછી યોજનાને એકીકૃત રીતે સામાન્ય NPS ખાતામાં રૂપાંતરિત કરી શકાય છે. NPS વાત્સલ્ય યોગદાન અને રોકાણ વિકલ્પો પ્રદાન કરે છે, જેમાં માતાપિતા બાળકના નામે વાર્ષિક રૂ. 1,000નું રોકાણ કરી શકે છે. આ યોજના પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) હેઠળ ચલાવવામાં આવશે.
ADVERTISEMENT
બજેટમાં જાહેરાત....હવે થશે શરૂઆત
ADVERTISEMENT
મોદી સરકારે 2024-25માં NPS વાત્સલ્ય યોજનાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમણ એનપીએસ વાત્સલ્ય સબસ્ક્રિપ્શન માટે એક પોર્ટલ લોન્ચ કરશે. લોન્ચિંગની સાથે આ સ્કિમ સાથે સંબંધિત એક એક ડિટેલ બ્રોશરની સાથે જાહેર કરવામાં આવશે. સરકારી નોટિફિકેશન પર ધ્યાન કરીએ તો સરકારી સ્કિમ એનપીએસ વાત્સલ્ય યોજનાનું સબ્સક્રિપ્શન લેનાર 18 વર્ષથી નાની વયના બાળકોને પર્મેન્ટ રિટાયરમેન્ટ અકાઉન્ટ નંબર કાર્ડ મળશે.
1,000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, NPS વાત્સલ્ય યોજના ફ્લેક્સિબલ કન્ટ્રીબ્યૂશન અને રોકાણ વિકલ્પ પ્રદાન કરશે, જેના દ્વારા માતાપિતા બાળકના નામે વાર્ષિક 1,000 રૂપિયાનું રોકાણ કરી શકે છે. તે તમામ પરિવારો માટે સુલભ હશે.
PM Jan Arogya Yojana | વૃધ્ધો માટે ફ્રી હેલ્થ ઈન્સુરન્સ | Ek Vaat Kau
શું છે આ સ્કિમની પાત્રતા
આ સ્કિમ અંતર્ગત તમામ માતા-પિતા અને વાલી જે ભારતીય નાગરીક હોય કે એનઆરઆઈ પોતાના 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એનપીએસ વાત્સલ્ય અકાઉન્ટ ઓપન કરાવી શકે છે અને તેમાં રોકાણ શરૂ કરી શકે છે. આ સ્કિમમાં કમ્પાઉન્ડિંગનો લાભ મળશે જેને લોન્ગ ટર્મમાં બાળકો માટે મોટું ફંડ ભેગું કરવામાં મદદ મળશે. ખાસ વાત એ છે કે, એનપીએસ એકાઉન્ટ ખોલાવવાની તારીખથી 3 વર્ષ પછી તેમાંથી પૈસા ઉપાડી શકાશે. બાળકોના નામ પર ખોલાવવામાં આવેલા ખાતામાંથી કુલ 25 ટકા રમક અને 18 વર્ષ થવા પર ત્રણ વખત પૈસા ઉપાડી શકાશે.
વધુ વાંચોઃ- હવે છોડો પેન્શનનું ટેન્શન, NPSના વિવિધ ફંડ તમને કરી દેશે માલામાલ, કરો આ રીતે રોકાણ
18 વર્ષ થવા પર રેગ્યુલર એનપીએસ અકાઉન્ટ
એનપીએસ વાત્સલ્ય યોજના સાથે સંબંધિત એક એક ડિટેલ લોન્ચિંગના સમયે શેર કરવામાં આવશે પરંતુ 18 વર્ષની ઉંમર પૂરી કરનારા લોકો એટલે કે એડલ્ટ ઈચ્છે છે તો એનપીએસમાં અકાઉન્ટ ખોલીને પોતાનું કોન્ટ્રિબ્યુશન ચાલુ રાખી શકે છે. વયસ્ક હોવા પર એનપીએસ વાત્સલ્ય અકાઉન્ટ સામાન્ય લોકોની જેમ રેગ્યુલર એનપીએસ ખાતામાં બદલાય થશે. આ દરમિયાન 18 વર્ષની ઉંમર પૂરી કર્યા પછી તેને 3 મહિનાની અંદર ખાતાને ફરીથી કેવાયસી કરાવવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.