બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે છોડો પેન્શનનું ટેન્શન, NPSના વિવિધ ફંડ તમને કરી દેશે માલામાલ, કરો આ રીતે રોકાણ

કામની વાત / હવે છોડો પેન્શનનું ટેન્શન, NPSના વિવિધ ફંડ તમને કરી દેશે માલામાલ, કરો આ રીતે રોકાણ

Last Updated: 05:15 PM, 17 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોકરી કરતા દરેક લોકો ઈચ્છે છે કે રિટાયરમેન્ટ પછી તેની પાસે મોટું ફંડ હોય. સાથે જ સારું પેન્શન પણ મળે છે. પ્રાઈવેટ સેક્ટરમાં જોબ કરતા લોકો એનપીએસમાં રોકાણ કરીને મોટું ફંડ ભેગું કરી શકાય છે.

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કિમ શરૂ કરી છે. તેથી હવે પ્રાઈવેટ જોબ કરતા લોકો માટે નેશનલ પેન્શન સિસ્ટમ પેન્શન મેળવવા માટે સારા વિકલ્પોમાંથી એક છે. તેમાં રોકાણ કરવા પર રિટાયરમેન્ટ પર ન માત્ર ફંડ મળે છે પરંતુ સારું એવું પેન્શન પણ મળે છે. છેલ્લા 10 વર્ષમાં એનપીએસ પેન્શન ફંડે રોકાણકારોને સારો નફો કરાવ્યો છે. તેમાં રોકાણ કરવા પર ઈન્કમ ટેક્સમાં રાહત મળે છે. આ વર્ષે રજૂ થયેલ બજેટમાં નવી કર વ્યવસ્થા પંસદ કરનારા લોકો માટે ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કલમ 80CCD(2) અંતર્ગત PSમાં જમા કરાયેલા મૂળ પગારના 10 ટકા સુધી કરમુક્ત છે. નવી કર પ્રણાલી હેઠળ તેને મૂળ પગારના 14 ટકા સુધી વધારી દેવામાં આવી છે.

ઇક્વિટી ફંડ

એનપીએસના ઇક્વિટી ફંડ્સે રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં, ઇક્વિટી ફંડ્સે સરેરાશ 32 ટકા રિટર્ન આપ્યું છે, જ્યારે નિફ્ટીએ 27 ટકાનો વધારો કર્યો છે. કારણ કે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ વર્ષ 2021માં રોકાણના ધોરણોને હળવા કર્યા હતા. આ મુજબ, NPS ઇક્વિટી ફંડ્સ ઇન્ડેક્સની બહાર જઈને ઓછામાં ઓછા રૂ. 5000 કરોડના માર્કેટ કેપવાળા શેરોમાં રોકાણ કરી શકે છે.

Financial Freedom | આ ગણિતથી આર્થિક સ્વતંત્રતા મેળવવી બનશે સરળ

લોન્ગ ટર્મ ફાયદાકારક છે

ડીએસપી પેન્શન ફંડના સીઈઓ રાહુલ ભગતે જણાવ્યું કે, એનપીએસ ફંડને રિડેમ્પ્શન દબાણની સંભાવનાનો સામનો નહીં કરવો પડે. તેથી પેન્શન ફંડમાં લોન્ગ ટર્મ માટે રોકાણ કરવું એ ફાયદાકારક છે.

ગિલ્ટ ફંડ

આ સમયે ગિલ્ટ ફંડ્સ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેમનામાં શુસ્તી જોવા મળી રહી હતી. છેલ્લા એક વર્ષમાં તેમનું રિટર્ન બે આંકડામાં રહ્યું છે. આદિત્ય બિરલા સન લાઇફ પેન્શન ફંડ છેલ્લાં 3-5 વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતું ફંડ રહ્યું છે. જો કે, રોકાણકારોએ એકલતામાં વાર્ષિક વળતર ન જોવું જોઈએ. જ્યારે વ્યાજ દરનું ચક્ર બદલાશે ત્યારે તેમની સ્થિતિમાં સુધારો થઈ શકે છે. ઓછા, પરંતુ સ્થિર વળતરની શોધમાં રોકાણકારો માટે આ ભંડોળ વધુ સારું છે. લાંબા ગાળાના રોકાણકારોએ આને ટાળવું જોઈએ. જે લોકો આગામી 2 કે 3 વર્ષમાં નિવૃત્ત થશે તેઓ આમાં રોકાણ કરી શકે છે.

પ્રભુદાસ લીલાધરમાં ઈન્સ્ટિયુશનલ ઈક્વિટીઝના ઈકનોમિસ્ટ અર્શ મોગરેએ જણાવ્યું કે, સપ્ટેમ્બરમાં ફેડના દરમાં ઘટાડો થાય તેવી સંભાવના હોવા છતાં આરબીઆઈ 2024-25ના ત્રીજા ક્વાર્ટર પહેલા દરમાં રાહત આપવાનું શરૂ કરશે નહીં.

કોર્પોરેટ બ્રાન્ડ ફંડ્સ

જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા હોવ તો તમે કોર્પોરેટ બોન્ડ ફંડમાં રોકાણ કરી શકો છો. જો કે, તેની મેચ્યોરિટી પ્રોફાઈલ ઓછી છે. આ બોન્ડની એવરેજ મેચ્યોરિટી લગભગ 5 થી 6 વર્ષની છે. આમાં જોખમ ઘણું ઓછું છે. આ પોર્ટફોલિયોને દરોમાં ફેરફાર પ્રત્યે ઓછો સંવેદનશીલ બનાવીને જોખમ ઘટાડે છે. આ કારણે લાંબા ગાળે તેમનું પ્રદર્શન ગિલ્ટ ફંડ્સ કરતાં પાછળ છે.

મોટું ફંડ મળશે

HDFC પેન્શનના CEO શ્રીરામ અય્યરના જણાવ્યા અનુસાર, જો 25-30 વર્ષમાં 8.5 ટકાના વળતર સાથે મોટી રકમ બનાવવામાં આવી શકે છે, તો 10 થી 10.5ના વળતર સાથે શું થઈ શકે છે તેની કલ્પના કરો .

વૈકલ્પિક રોકાણ

આ ચોથો વિકલ્પ થોડા વર્ષો પહેલા રજૂ કરવામાં આવ્યો હતો. આ ફંડ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (InvITs) માં રોકાણ કરે છે. REITs પૂર્ણ થયેલા અને બાંધકામ હેઠળના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે છે. InvITs રોડ, પાવર પ્લાન્ટ, હાઈવે અને વેરહાઉસ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે છે. વૈકલ્પિક રોકાણ ફંડોએ છેલ્લા એક વર્ષમાં બે આંકડામાં વળતર આપ્યું છે. જોકે, લાંબા ગાળાનું વળતર બહુ સારું નહોતું.

સંકળાયેલા મુદ્દાઓ

new pension system Pension, family pension utility
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ