બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:56 AM, 15 October 2024
કેન્દ્ર સરકારે અમુક દવાઓના ભાવમાં 50% વધારાને મંજૂરી આપી છે, કારણ કે આ આ દવાઓના ઉત્પાદકોનું કહેવું છે કે વર્તમાન ભાવે આ દવાઓનું ઉત્પાદન કરવું શક્ય નથી. જેના કારણે તેઓને નુકસાન થઈ રહ્યું છે. સપ્ટેમ્બરના મોંઘવારી આંકડા બાદ સોમવારે સામાન્ય લોકોને મોટો ઝટકો આપનાર આ બીજા સમાચાર છે.
ADVERTISEMENT
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એટલે કે NPPA એ આઠ દવાઓની મહત્તમ કિંમતોમાં વધારો કર્યો છે. ઓથોરિટીને નવા ભાવો નક્કી કરવા અંગે ઘણા ઉત્પાદકો પાસેથી અરજીઓ મળી હતી. આમાં, સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકોની કિંમતમાં વધારો અને ઉત્પાદન ખર્ચમાં વધારો જેવા કારણો ગણવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આટલું જ નહીં NPPA એ એવો દાવો કર્યો છે કે જે 8 દવાઓના ભાવમાં સુધારો કરવામાં આવ્યો છે તેમાંથી મોટાભાગની દવાઓની કિંમત ઓછી છે. આ દવાઓ અસ્થમા, ગ્લુકોમા, થેલેસેમિયા, ટીબી, માનસિક સ્વાસ્થ્યની સારવારમાં ઉપયોગી છે. હવે આ 8 દવાઓની 11 ફોર્મ્યુલેશનની મહત્તમ કિંમતોમાં તેમની વર્તમાન કિંમતોની તુલનામાં 50 ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે.
ADVERTISEMENT
જે દવાઓના ભાવ વધારાને મંજૂરી આપવામાં આવી છે તેમાં બેન્ઝિલપેનિસિલિન ઇન્જેક્શન, એટ્રોપિન ઇન્જેક્શન 0.6 મિલિગ્રામ, સ્ટ્રેપ્ટોમાસીન ઇન્જેક્શન પાવડર, સાલ્બુટામોલ ટેબ્લેટ, રેસ્પિરેટર સોલ્યુશન, પિલોકાર્પિન ડ્રોપ, સેફાડ્રોક્સિલ ટેબ્લેટ, ડેફેરોક્સામાઇન ઇન્જેક્શન અને લિથિયમ ટેબ્લેટનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
તેની સામે ડાયાબિટીસ, એન્ટિબાયોટિક, વિટામિન ડી, કેલ્શિયમ, હાર્ટ અને ઈમરજન્સી કેસમાં વપરાતી 8 દવાઓના ભાવમાં સરકારે સુધારો કર્યો છે. આ દવાઓની કિંમતમાં લગભગ 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મતલબ કે પહેલાની સરખામણીમાં આ દવાઓ હવે અડધી કિંમતે ઉપલબ્ધ થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.