ભીતિ /
શું આ 5 બેંકો પણ Yes Bankની દિશામાં જઈ રહી છે? NPA પરથી એવું જ લાગે છે! જાણો કઈ?
Team VTV05:59 PM, 16 Mar 20
| Updated: 05:59 PM, 16 Mar 20
એક સમયની દેશની 5 નંબરની ખાનગી બેંક યસ બેંક હતી, જ્યારથી તેની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ છે ત્યારથી દેશની તમામ બેંકોની આર્થિક સ્થિરતા પર સવાલ ઉભા થવા લાગ્યા છે. યસ બેંકના આર્થિક સંકટ માટે તેની હજારો કરોડની NPAને જવાબદાર ઠેરવવામાં આવે છે. સામાન્ય રીતે NPAને બેંકોની આર્થિક સ્થિરતાનો માપદંડ ગણવામાં આવે છે. ચાલો જાણીએ, દેશની કઈ બેંકનું કેટલું દેવું ફસાયેલું છે.
યસ બેંકના આર્થિક સંકટ માટે તેની હજારો કરોડની NPAને જવાબદાર ઠેરવવામાં આવે છે. સામાન્ય રીતે NPAને બેંકોની આર્થિક સ્થિરતાનો માપદંડ ગણવામાં આવે છે. દેશની વિવિધ બેંકોના NPA આ પ્રમાણે છે.
NPA મામલે IDBI બેંક નંબર વન:
બેંકોના ગ્રોસ NPA વિશે વાત કરવામાં આવે તો સરકાર દ્વારા તાજેતરમાં પ્રાઇવેટાઇઝ કરેલા આઈડીબીઆઈ બેન્કના ગ્રોસ એનપીએ 28.7% છે.
લક્ષ્મી વિલાસ બેંકના 23% એનપીએ
લક્ષ્મી વિલાસ બેંકના 23.3% ગ્રોસ NPA છે. NPA એ debtનો એક ભાગ છે જેને બેંક ફસાયેલો હોવાનું ગણે છે. જો ત્રણ મહિના સુધી કોઈપણ લોનના વ્યાજની ચુકવણી ન થાય તો તે લોન એનપીએમાં મૂકવામાં આવે છે.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
જાહેર ક્ષેત્રમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 20 ટકા એનપીએ છે. એનપીએની દ્રષ્ટિએ આ ટકાવારી ખૂબ વધારે છે.
UCO બેંક
સરકારી ક્ષેત્રના આ બેંકમાં 19.5% ગ્રોસ NPA છે.
5માં નંબર ઉપર છે અલાહાબાદ બેંક
ઈન્ડયન બેંક સાથે 1 એપ્રિલથી વિલીનીકરણ પામવા જનાર અલાહાબાદ બેંકના NPA 18.9% છે.
આ 5 બેંકોની હાલત મજબૂત
સૌથી ઓછો ગ્રોસ NPA HDFC બેંકનો 1.4% છે. બંધન બેંકનો NPA 1.9% છે જયારે DCB બેંકનો NPA 2.2% છે. ઈન્ડસઇન્ડ બેંકનો ગ્રોસ NPA 2.2% જયારે કોટક મહિન્દ્રા બેંકનો NPA 2.5% છે.
શું હોય છે ગ્રોસ એનપીએ
કોઈ પણ બેંક તરફથી જારી કરાયેલ લોનનો એ હિસ્સો NPA એટલે કે નોન પરફોર્મિંગ એસેટ ગણાય છે જેને લેણદાર ભરી શકવા સક્ષમ ન હોય. સતત 3 મહિના સુધી લોનનું વ્યાજ ન ચૂકવી શકનાર લેણદારની બચેલી રકમ NPA ગણવામાં આવે છે.