બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Extra / ફેશન અને સૌંદર્ય / હવે જ્વેલર્સના ચક્કર નહીં ખાવા પડે, વગર કેમિકલ તમારા ઘરેણાં થઇ જશે ચકચકાટ

કામની ટિપ્સ / હવે જ્વેલર્સના ચક્કર નહીં ખાવા પડે, વગર કેમિકલ તમારા ઘરેણાં થઇ જશે ચકચકાટ

Last Updated: 01:01 PM, 29 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમારા ઘરેણા જૂના થઈ ગયા છે? તેની ચમક પહેલા જેવી નથી રહી? તેની ચમક પરત લાવવા હવે સોની પાસે જવાની જરૂર નથી અને પૈસા પણ ખર્ચ કરવાની જરૂર નથી.

દરેક વસ્તુ અમુક સમય બાદ તેની ચમક થોડી ઘણી તો ગુમાવી જ દે છે. આવું સોના ચાંદીના ઘરેણાં પર પણ લાગૂ પડે છે. આ માટે આપણે ઘરેણાંને જ્વેલર્સ પાસે ધોવડાવવા આપીએ છીએ. જેની પાછળ ખર્ચ પણ થતો હોય છે. પરંતુ તમે આ ખર્ચો બચાવી શકો છો અને ઘરે બેઠા જ જ્વેલરીને ચમકાવી શકો છો. નીચે જણાવેલ ટિપ્સને ફોલો કરી ઘરેણાની ચમક પરત લાવી શકાય છે.

  • સોનાના ઘરેણા
    સોનાના ઘરેણાને સોની પાસે પૉલિશ કરાવા ન આપવા હોય તો ઘરે પણ તેને સાફ કરી શકો છો. આ માટે તમારે ડિશ વોશિંગ સોપનો ઉપયોગ કરવો. સોનાના ઘરેણાને આ મિશ્રણમાં પલાળીને રાખવા, ત્યાર બાદ તેને બ્રશથી સાફ કરી દેવા. પછી તેને કોઈ મુલાયમ કપડાંથી સાફ કરી દેવા જેથી કોઈ પાણીનો ડાઘ ના પડે.

વધુ વાંચો : ક્રોમ બ્રાઉઝરની સ્પીડ સ્લૉ થઇ ગઇ છે? તો ફૉલો કરો આ ટિપ્સ, Net બુલેટની જેમ દોડશે

  • પ્લેટિનિયમના ઘરેણા
    પ્લેટિનિયમના ઘરેણાને સાફ કરવા ડિટર્જન્ટનો ઉપયોગ કરી શકાય છે. સ્ટોન વગરના પ્લેટિનિયમના ઘરેણાને ડિટર્જન્ટથી આસાનીથી સાફ કરી શકાય છે. જો જ્વેલરીમાં સ્ટોન લાગેલા હોય તો તેને ડિટર્જન્ટમાં પલાળવા નહીં, માત્ર સોફ્ટ બ્રશથી સાફ કરવા.
  • ચાંદીના ઘરેણાં
    ચાંદીની ચમક પાછી લાવવા તમે સિલ્વર પૉલિશિંગ ક્લોથનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ઘરેણા પર લાગેલી ગંદકી આસાનીથી સાફ થઈ જશે. તમે તેને પાણીમાં થોડી વાર પલાળીને રાખી પછી ટૂથપેસ્ટથી ઘસીને સાફ પણ કરી શકો છો.
PROMOTIONAL 9
  • ડાયમંડના ઘરેણા
    ડાયમંડ જ્વેલરીને ફરીથી ચમકાવવા તમે માપસરના ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો. ડાયમંડ હાર્ડ મેટલ હોય છે તેને ઘસવાથી સ્ક્રેચ પડી શકે છે. આથી ગરમ પાણીમાં પલાળ્યા બાદ તેને સોફ્ટ બ્રશથી સાફ કરો.

સંકળાયેલા મુદ્દાઓ

Gold Jewellery Silver Diamond Jewellery
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ