Flipkart અને Amazon પર આ દિવસોમાં સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન બંને કંપનીઓએ પોતાના યૂઝર્સને આકર્ષવા માટે ઘણી ઓફર્સ આપી રહ્યા છે. સૌથી પહેલા વાત કરીએ ક્રેડિટ કાર્ડ તો અત્યાર સુધી યૂઝર્સને કોઇ પણ પ્રોડક્ટ EMI પર લેવા માટે ક્રેડિટ કાર્ડની જરૂર પડતી હતી પરંતુ હવે કંપનીએ નક્કી કર્યું છે કે એ પોતાના ગ્રાહકોને ડેબિટ કાર્ડ દ્વારા પણ સામાન EMI પર આપશે. આ ઉપરાંત કંપની હવે પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે વ્યાજ વગર લોન આપવાનો પણ નિર્ણય લીધો છે. એટલે કે ચાલી રહેલા સેલ દરમિયાન તમે ફ્લિપકાર્ટ અને અમેઝનથી લોન લઇને શોપિંગ કરી શકો છો.
ફ્લિપકાર્ટ અને અમેઝનની આ ઓફર હેઠળ ગ્રાહકો 60 હજાર સુધી રૂપિયા સુધીની લોન લઇ શકે છે. આ લોનને લેવા માટે વ્યાજ પણ આપવું પડશે નહીં અને તમારી પસંદગીની પ્રોડક્ટ પણ ખરીદી શકો છો. આ ઓફરનો લાભ લેવા માટે એપ પર તમારો પાન અને આધાર નંબર નાંખીને જાણી શકો છો કે કેટલી લોન મળી રહી છે. જણાવી દઇએ કે કંપનીઓ ગ્રાહકની છેલ્લી ખરીદદારી અને પેમેન્ટ હિસ્ટ્રી પ્રમાણે આ લોન રકમ ઓફર કરી રહી છે.
અમેઝનનો ઝ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલનુો આયજોન 10 થી 15 ઓક્ટોબર અને ફ્લિપકાર્ટ પર બિગ બિલિયન ડે સેલનું આયોજન 10 થી 14 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ સેલમાં ફેશન ગેજેટ હોમ અપ્લાએન્સ સહિત ઘણી પ્રોડક્ટ્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સેમસંગના સ્માર્ટફોન પર 30 000થી વધારેનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.