સાર્વજનિક ક્ષેત્રની કંપની ઈન્ડેને પોતાના ગ્રાહકો માટે દેશમાં કોઈ પણ જગ્યાએથી ગેસ સિલિન્ડર બુક કરાવવાની પ્રક્રિયાને સરળ કરી છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીએ નવો નંબર જાહેર કર્યો છે. આ નંબર પર ગેસ બુકિંગ કરાવવાનું રહેશે. જૂનો નંબર હવે કામ કરશે નહીં તો તમે તેને ફોનમાંથી ડિલિટ કરો અને આ નવો નંબર સેવ કરો તે જરૂરી છે. કંપનીએ પણ ગ્રાહકોને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર નવો ગેસ બુકિંગ નંબર મોકલી દીધો છે.
આ છે ગેસ બુકિંગ માટેનો નવો નંબર
ઈન્ડેન કંપનીએ જાહેર કર્યો નવો નંબર
હવે દેશભરમાં 1 જ નંબરથી બુક કરાવી શકાશે ગેસ સિલિન્ડર
આ છે ગેસ બુકિંગ માટેનો નવો નંબર
ઈન્ડેન ગેસના દેશભરના ગ્રાહકોને એલપીજી સિલિન્ડર બુક કરાવવા માટે હવે 7718955555 પર કોલ કે એસએમએસ કરવાનો રહેશે. ઈન્ડિયન ઓઈલ કંપનીની તરફથી આ નંબરનો ઉપયોગ ઈન્ડેનના દેશભરના ગ્રાહકો આઈવીઆર કે એસએમએસની મદદથી બુકિંગ માટે કરી શકશે. ઈન્ડિયન ઓઈલે કહ્યુ કે પહેલાં રસોઈ ગેસના બુકિંગ માટે દેશના અલગ અલગ વિસ્તાર માટે અલગ નંબર હતા. હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ દરેક ગ્રાહકો માટે 1 નંબર જાહેર કર્યો છે.
ગ્રાહકોએ હવે એસએમએસ કે ફોનનથી બુક કરાવવાનો રહેશે સિલિન્ડર
સિલિન્ડર બુકિંગ માટે પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી કંપની અને તેની તરફથી આપવામાં આવેલા નંબરનો ઉપયોગ કરવાનો રહેશે. કંપનીએ કહ્યું કે ઈન્ડેન રિફિલના બુકિંગ માટે દરેક ટેલિકોમ સર્કલને માટે અલગ ફોન નંબરને 31 ઓક્ટોબરથી બંધ કરી દેવાયા છે અને 1 નવેમ્બરથી નવો નંબર જાહેર કરાયો છે. હવે તમે તમે આ નંબરની મદદથી સબ્સિડી મળી કે નહીં તે પણ ચેક કરી શકો છો.
OTP ડિલિવરી સિસ્ટમ લાગૂ
સિલિન્ડરની ચોરી રોકવા માટે અને યોગ્ય ગ્રાહકની ઓળખ કરવા માટે કંપનીઓએ નવા સિલિન્ડર સિસ્ટમમાં OTP સિસ્ટમ લાગૂ કરી છે. આ સિસ્ટમમાં જ્યારે ડિલિવરી બોય તમારા ઘરે પહોંચશે તો તમારે તેને ઓટીપી આપવાનો રહેશે. કંપનીઓએ 1 નવેમ્બરથી આ સિસ્ટમ લાગૂ કરી છે અ્ને તે અનિવાર્ય છે. નવી સિસ્ટમને ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ નામ અપાયું છે. આ કોડ ડિલિવરી બોયને બતાવવાનો રહેશે. તેના વિના તમને સિલિન્ડર મળશે નહીં.