ઓનલાઈન પાસપોર્ટ એપ્લાય કરવા માટે આ સિમ્પલ પ્રોસેસને ફોલો કરો અને વિદેશ યાત્રાની મજા લો.
હવે વિદેશ જવાનું બન્યું વધારે સરળ
મિનિટોમાં કરી શકાશે પાસપોર્ટ માટે એપ્લાય
જાણો સ્ટેપ ટૂ સ્પેટ પ્રોસેસ
વિદેશ યાત્રા માટે પાસપોર્ટ એક જરૂરી ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે. પછી તે તમે એજ્યુકેશન પર્પઝ, તીર્થયાત્રા, ટૂરિઝમ, બિઝનેસ પર્પઝ, મેડિકલ અથવા પરિવારથી મળવા જઈ રહ્યા હોય. એક વ્યક્તિને ભારત સરકાર દ્વારા જાહેર કરેલા ઓફિશ્યલ ઈન્ટરનેશનલ ટ્રાવેલ ડોક્યુમેન્ટની જરૂર હોય છે.
પાસપોર્ટ ઈશ્યુની પ્રોસેસ બની સરળ
છેલ્લા ગણા વર્ષોમાં ભારતથી વિદેશ યાત્રા કરનાર લોકોની સંખ્યા વધી ગઈ છે. એવામાં પાસપોર્ટથી રિલેટેડ સર્વિસની ડિમાન્ડ વધી ગઈ છે. વિદેશ મંત્રાલય MEAએ મે 2010માં પાસપોર્ટ સેવા પ્રોજેક્ટ PSP શરૂ કર્યું છે. પાસપોર્ટ સેવાએ પાસપોર્ટ અને રિલેટિડ સર્વિસ માટે એપ્લાય કરવા અને ઈશ્યુ કરવાની પ્રોસેસ સરળ બનાવી દીધી છે.
જો તમે પણ વિદેશ યાત્રા પર જવાની પ્લાનિંગ કરી રહ્યા છો અને પાસપોર્ટ માટે એપ્લાય કરવા માંગો છો તો તમે પાસપોર્ટ સેવા વેબ પોર્ટલ પર જઈ શકો છો. અહીં અમે તમને પાસપોર્ટ એપ્લાય કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવી રહ્યા છે.
પાસપોર્ટ માટે આ રીતે કરો ઓનલાઈન એપ્લાય
પાસપોર્ટ માટે ઓનલાઈન એપ્લાય કરવાની પ્રોસેસમાં ડોક્યુમેન્ટ્સને ભરવા અને સ્ટેટ પોલીસના ફિઝિકલ વેરિફિકેશન કરવું શામેલ છે. ડોક્યુમેન્ટ ડાયરેક્ટ એપ્લીકન્ટના ઓફિશિયલ એડ્રેસ પર પણ પોસ્ટ કરવામાં આવે છે.
પાસપોર્ટ સેવા ઓનલાઈન પોર્ટલ passportindia.gov.in. પર જાઓ.
હોમ સ્ક્રીન પર રજીસ્ટર નાઓ પર ક્લિક કરીને પોર્ટલ પર રજીસ્ટર કરો.
રજીસ્ટ્રેશન બાદ, રજીસ્ટર લોગ ઈન આઈડીની સાથે પાસપોર્ટ સેવા ઓનલાઈન પોર્ટલ પર લોગ ઈન કરો.
હવે ફ્રેશ પાસપોર્ટ/ રિ-ઈશ્યુ ઓફ પાસપોર્ટ એપ્લાય કરવા માટે એપ્લાય બટન પર ક્લિક કરો.
ફોર્મમાં દરેક જરૂરી ડિટેલ્સ ભરો અને સબમિટ પર ક્લિક કરો.
તમને View Saved/Submitted Applicationsનું ઓપ્શન દેખાશે. તેને ઓપન કરો.
હવે સર્વિસના મિનિમમ ચાર્જને ભરવા માટે પે એન્ડ શેડ્યુલ અપોઈન્ટમેન્ટ લિંક પર ક્લિક કરો.
નેટ બેંકિંગ અથવા બીજા અવેલેબલ ઓપ્શન્સથી પેમેન્ટ કર્યા બાદ તમારી ટ્રાન્ઝેક્શન રિસિપ્ટ પ્રિંટ કરવા માટે પ્રિંટ એપ્લિકેશન રિસિપ્ટ લિંક પર ક્લિક કરો.
એપ્લીકેશન સબમિટ કર્યા બાદ તમને એપોઈન્ટમેન્ટ ડિટેલ્સની સાથે એક એસએમએસ આવશે. પાસપોર્ટ ઓફિસમાં પ્રૂફની રીતે જોવા માટે એક મેસેજની જરૂર હશે.
એપ્લીકેશન સબમિટ કર્યા બાદ જમા કરવામાં આવેલા દરેક જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે અપોઈન્ટમેન્ટની ડેટ પર પાસપોર્ટ સેવા કેન્દ્ર રીઝનલ પાસપોર્ટ ઓફિસ જવાનું રહેશે.