Now we have to talk on the phone. Expensive, mobile companies can take such a decision
મોંઘવારી /
હવે ફોન પર વાત કરવી પડશે મોંઘી, મોબાઈલ કંપનીઓ લઈ શકે છે આવો નિર્ણય
Team VTV09:16 PM, 16 Nov 20
| Updated: 09:21 PM, 16 Nov 20
જો તમને પણ લાગે છે કે તમારા હાલના ટેરિફ પ્લાન મોંઘા છે તો તમને મોટો આંચકો લાગશે, કારણ કે નવા વર્ષમાં ટેરિફ પ્લાન વધુ ખર્ચાળ થવા જઈ રહ્યા છે. નવા વર્ષ 2021 માં ટેલિકોમ કંપનીઓ ટેરિફ પ્લાનમાં 20% જેટલો ધરખમ ભાવ વધારો કરવાની યોજના બનાવી રહી છે.
મોબાઈલ પ્લાન્સમાં થઈ શકે છે ભાવવધારો
આગામી વર્ષે ટેલિકોમ કંપનીઓ લાગૂ કરી શકે છે ભાવવધારો
હાલના ટેરિફ પ્લાન્સમાં થઈ શકે છે 15 થી 20 ટકા જેટલો વધારો
ઇકોનોમિક્સ ટાઇમ્સના એક અહેવાલ મુજબ, વોડાફોન-આઇડિયા નું નવું જોઇન્ટ વેન્ચર VI અને એરટેલ નવા વર્ષમાં તેમના ટેરિફના ભાવમાં 15 થી 20 ટકા સુધી વધારો કરી શકે છે. આવી સ્થિતિમાં જો ટેરિફ પ્લાનની કિંમત 100 રૂપિયા હોય તો નવા વર્ષમાં તેની કિંમત 115 થી 120 રૂપિયા થઈ શકે છે.
મોબાઈલ કિમતોમાં થઈ શકે છે ભાવ વધારો
વોડાફોન આઈડિયા અને એરટેલ પછી રિલાયન્સ જિયો પણ ટેરિફ પ્લાનના ભાવમાં વધારો કરવાની આ તકનો લાભ લઈ શકે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, રિલાયન્સ જિયો એ પણ તેના ટેરિફ પ્લાન્સને મોંઘા કર્યા હતા.
ગયા વર્ષે પણ વધ્યો હતો ભાવ
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગયા વર્ષેની જેમ જ વોડાફોન આઈડિયા અને એરટેલ આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં નવી ટેરિફ યોજનાની ઘોષણા કરી શકે છે. ઓગસ્ટ મહિનામાં જ એક ખાનગી ચેનલના માધ્યમથી અહેવાલમાં જણાવાયું છે કે ગયા વર્ષે ટેરિફ પ્લાનમાં 10 થી 40 ટકા જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો હતો અને હવે એરટેલ અને વોડાફોન આઈડિયા ફરીથી ટેરિફ પ્લાનને મોંઘા બનાવવાની તૈયારી કરી રહ્યા છે.
બીજી તરફ, SBI કેપ્સના વિશ્લેષક રાજીવ શર્માએ પણ પોતાના એક અહેવાલમાં કહ્યું હતું કે, ટેરિફ વધારાનો બીજો રાઉન્ડ ટૂંક સમયમાં જ આવે તે શક્ય છે. તેમણે કહ્યું કે અમારું માનવું છે કે, આગામી કેટલાક ક્વાર્ટર્સમાં મોબાઇલ ટેરિફમાં વધારો થવાની સંભાવના છે.