ખાતામાં પૈસા નથી કે નથી કાર્ડ, તો પણ કરો પેમેન્ટ, 45 દિવસ પછી પરત કરો બેંકને રૂપિયા

By : juhiparikh 02:58 PM, 22 September 2018 | Updated : 02:58 PM, 22 September 2018
ICICI બેન્કે પોતાના ગ્રાહકો માટે એક ખાસ પ્રકારની સુવિધાની શરૂઆત કરી છે. જો તમારા બેન્ક ખાતામાં પૈસા નથી અને તમારી પાસે ક્રેડિટ કાર્ડ પણ નથી તો પણ તમે ઓનલાઈન કે ઓફલાઈન મર્ચંટને પેમેન્ટ કરી શકો છો. બેન્કે તેના માટે પે લેટર અકાઉન્ટ લોન્ચ કર્યુ છે. ICICI PayLater એકાઉન્ટ દ્વારા ઘણા બધા વેપારીઓને પેમેન્ટ કરી શકો છો. બેંકની આ નવી સર્વિસ ક્રેડિટ કાર્ડ જેવી જ છે.PayLater અકાઉન્ટ એક ડિજિટલ પ્રોડક્ટ છે  જ્યા તમે પહેલા ખર્ચ કરો છો અને પછી બેંકને પેમેન્ટ કરો છો. 


બેંકના જણાવ્યા અનુસાર આ સર્વિસ ઈનવાઈટ ઓનલી બેઈઝ પર મળી રહી છે. તમે  iMobile, પોકેટસ વોલેટ કે ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા આ સર્વિસને એક્ટિવેટ કરી શકો છો. આ ખાતુ એક્ટિવેટ થતા જ તમને એક UPI આઈડી મળી જાય છે. આ આઈડી દ્વારા તમે ઓનલાઈન કે ઓફલાઈન વેપારીને પેમેન્ટ કરી શકો છો.

PayLater એકાઉન્ટના માધ્યમાથી તમે ક્રેડિટકાર્ડના બિલનું પેમેન્ટ કે પર્સન ટૂ પર્સન ફંડ ટ્રાન્સફર ન કરી શકો. આ અકાઉન્ટ દ્વારા તે વેપારીને જ પેમેન્ટ કરી શકાય છે જે UPIના માધ્યમથી પેમેન્ટ  સ્વીકાર કરે છે.  ICICI PayLater એકાઉન્ટ પહેલા આ પ્રકારની સુવિધા epaylater નામના સ્ટાર્ટપ HDFC બેંકની સાથે મળીને શરૂ કરી ચુકી છે.

ICICI PayLater એકાઉન્ટના માધ્યમથી તે બધા વેપારીઓને પેમેન્ટ કરી શકાય છે જે UPIના માધ્યમથી પેમેન્ટ સ્વિકારે છે જ્યારે  epaylater દ્વારા સિલેક્ટેડ વેપારીઓને પેમેન્ટ કરી શકાય છે. જો કે  epaylater અકાઉન્ટ કોઈ પણ બેંકના ગ્રાહકો એક્ટિવેટ કરી શકે છે જ્યારે ICICI PayLater એકાઉન્ટની સુવિધા માત્ર ICICIના કસ્ટમરને મળે છે.Recent Story

Popular Story