બ્રેકિંગ ન્યુઝ
VTV / Now update Aadhaar card easily at home, only this fee will be charged
Last Updated: 05:03 PM, 2 September 2022
ADVERTISEMENT
આધાર કાર્ડ આજકાલ એક મહત્વનો દસ્તાવેજ બની ગયો છે. જેનાથી ઘણા કાર્યો સરળતાથી પૂરા કરી શકાય છે. આધાર કાર્ડ પર 12-અંકનો નંબર હોય છે. જેને આધાર નંબર કહેવામાં આવે છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આ નંબર જારી કરે છે.
ઓનલાઈન અપડેટ
તમે આધાર કાર્ડ બનાવતી વખતે આપેલી બધી માહિતી સાચી છે એ વાત સુનિશ્ચિત કરવી જરૂરી છે. ઘણી વખત એવું બને છે કે વ્યક્તિનું સરનામું બદલાઈ જાય છે અથવા તેના નામમાં કોઈ ફેરફાર થાય છે. એવા સમયે તેના કારણે ઘણા કામ અટકી શકે છે. એટલા માટે સમયસર કોઈ ફેરફાર પછી આધાર કાર્ડ અપડેટ કરાવું જરૂરી છે. આવી સ્થિતિમાં તમે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલા OTPનો ઉપયોગ કરીને તમારી આધાર વિગતોને સરળતાથી ઓનલાઈન અપડેટ કરી શકો છો.
ADVERTISEMENT
તમારો આધાર નંબર તમારી પર્સનલ ડિટેલ્સ જેમ કે આઇરિસ સ્કેન, ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ સાથે લિંક હોય છે. આધાર કાર્ડનો ઉપયોગ ઓળખ અને સરનામાના પુરાવા તરીકે થાય છે. બેંક સાથે જોડાયેલા કામમાં આધારની ભૂમિકા સૌથી વધુ હોય છે. સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પણ આધાર ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.
આ કામ માટે આપવી પડશે 50 રૂપિયા ફી
હાલ જ UIDAI એ ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી હતી. એમને ટ્વિટમાં જણાવ્યું હતું કે, 'તમે સહેલાઈથી નામ, જન્મતારીખ કે એડ્રેસ ને ઓનલાઈન અપડેટ કરવી શકો છો અને તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલા OTPનો ઉપયોગ કરીને તમે આ કરી શકો છો. ધ્યાન રહે કે આ બધી અપડેટ સાથે કે તેના વિના મોબાઈલ દ્વારા કઈં પણ અપડેટ કરાવવા માટે 50 રૂપિયા ફી વસૂલવામાં આવે છે.
#UpdateMobileInAadhaar#AzadiKaAmritMahotsav
— Aadhaar (@UIDAI) August 30, 2022
You can easily Update Demographic Details (Name, DoB, Gender, Address) online, and authenticate via OTP received in SMS. You’ll be charged ₹50 for mobile update, with or without other demographic data update. #AadhaarUpdate pic.twitter.com/lFfCJYLl3W
આધારમાં જાણકારી અપડેટ કરાવવા માટે ફી
જરૂરી બાયોમેટ્રિક અપડેટ - ફ્રી
નામ, જન્મતારીખ કે એડ્રેસ અપડેટ (કોઈપણ પ્રકાર) - રૂ. 50 (જીએસટી સહિત)
બાયોમેટ્રિક અપડેટ - રૂ 100 (જીએસટી સહિત)
નામ, જન્મતારીખ કે એડ્રેસ અપડેટ સાથે બાયોમેટ્રિક - રૂ. 100 (ટેક્સ સહિત)
A4 શીટ પર આધાર ડાઉનલોડ અને કલર પ્રિન્ટ આઉટ - આધાર દીઠ રૂ. 30 (GST સહિત).
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.