બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / અરે વાહ! હવે WhatsApp પરથી પણ બુક થશે Uber કેબ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ટેક્નો ટિપ્સ / અરે વાહ! હવે WhatsApp પરથી પણ બુક થશે Uber કેબ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Last Updated: 06:41 PM, 4 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે, WhatsApp પર પણ ઉબેર કેબ બુક કરાવી શકાય છે? આજે અમે તમને WhatsAppથી ઉબેર બુક કરાવાની ટ્રિક જણાવીશું.

તમારે જ્યારે ઓનલાઈન ફોનથી કેબ બુક કરાવવી હોય તો એપ ડાઉનલોડ કરવી પડે છે. જે સ્ટોરેજ પણ રોકે છે. પરંતુ WhatsAppમાં એક એવું ફીચર હોય છે જેના મારફતે તમે કેબ બુક કરી શકો છો. એના માટે અલગથી એપ ડાઉનલોડ નથી કરવી પડતી. આજે અમે તમને WhatsAppથી ઉબેર બુક કરવાની ટ્રિક સમજાવીશું.

  • કેવી રીતે વોટ્સએપથી ઉબેર કેબ બુક કરવી?

એના માટે તમારા ફોનમાં 7292000002 નંબર સેવ કરવાનો રહેશે.

નંબર સેવ કર્યા બાદ ફોનમાં WhatsApp ખોલો અને તેને રિફ્રેશ કરો.

તે નવો સેવ કરેલ નંબર તમને બતાવવામાં આવશે. બાદમાં ચેટ સેક્શન ખોલો અને તે નંબર પર Hiનો મેસેજ મોકલો.

બાદમાં તમને ભાષા પસંદ કરવાનું કહેવામાં આવશે. તમે તમારી ભાષા ચેન્જ કરી તમારું લોકેશન એન્ટર કરો.

પિકઅપ લોકેશન સિલેક્ટ કરો. ત્યાર બાદ તમારી કેબ બુક થઈ જશે.

અહીંયા તમારા વોટ્સએપ પર ડ્રાઈવરની ડિટેલ મોકલવામાં આવશે. જેમાં શેર પિન અને કોન્ટેક્ટ નંબર જેવી વિગતો હશે. તમે ડ્રાઇવરને PIN જણાવીને તમારી રાઇડ શરૂ કરી શકો છો.

વધુ વાંચો : હવેથી Telegram પર નહીં ચાલે હેકર્સની ચાલ, પ્લેટફોર્મે વિકસાવી જોરદાર ટેક્નોલોજી

  • આ રીત પણ આવશે કામ

જો તમને Hi મેસેજ મોકલ્યા બાદ કોઈ જવાબ ન મળે તો ચિંતા ન કરો. કેમ કે, આ સર્વિસ વિવિધ ડીવાઈસમાં અલગ અલગ રીતે કામ કરી શકે છે. તમારી પાસે લોગીન કરવાનો વિકલ્પ આવશે. તમે લોગિન પર ક્લિક કરીને માંગેલી દરેક વિગતો ભરો. પછી તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે. બાદમાં OTP દાખલ કરીને પાસવર્ડ દાખલ કરો. પછી તમે તમારી કેબ નવેસરથી બુક કરી શકશો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uber WhatsApp New Features
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ