બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Now The Secrets Of The Deep Sea Will Open After Space By ISRO

સફળતા / અંતરિક્ષ પછી હવે ખૂલશે સમુદ્રના રહસ્યો, નવું મોડલ તૈયાર કરવામાં સફળ રહ્યું ISRO

Bhushita

Last Updated: 11:22 AM, 4 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમુદ્રના રહસ્યો શોધવા માટે માણસને સબમરીન એક્સ્પ્લોરેશન વ્હિકલમાં મોકલવાનું મહત્વાકાંક્ષી ભારતીય અભિયાન હવે ફક્ત એક ડગલું દૂર છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) તેના ક્રૂ મોડ્યુલની રચના વિકસાવવામાં સફળ થયું છે. ઇસરોનું મોડ્યુલ ગોળાકાર કેપ્સ્યુલ જેવું હશે, જે સમુદ્રના ઊંડાણોના અમર્યાદિત દબાણનો સરળતાથી સામનો કરી શકશે.

  • ઇસરો ખોલશે સમુદ્રના રાઝ
  • મનુષ્યને મોકલશે ઊંડા સમુદ્રમાં
  • ઇસરોએ તૈયાર કરી ડિઝાઇન
  • ઇસરો બનાવશે ગોળાકાર કેપ્સૂલ
  • ISRO અને NIOT વચ્ચે કરાયા MOU

ભૂસ્તરશાસ્ત્રના મંત્રાલયના સચિવ માધવ નાયર રાજીવાને રવિવારે કહ્યું, ઇસરોએ ત્રણ વ્યક્તિઓને લઈ જવામાં સક્ષમ ગોળાકાર સબમરીનની રચના કરી છે. હવે તેને પ્રમાણિત કરવા માટે આંતરરાષ્ટ્રીય એજન્સીને મોકલવામાં આવશે અને તે પછી અમે તેના નિર્માણ તરફ આગળ વધીશું. માધવન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મરીન ટેકનોલોજી (NIOT) ના સિલ્વર જ્યુબિલી સેરેમનીમાં આવ્યા હતા, તેમણે કહ્યું કે, શક્ય છે કે ટાઇટેનિયમથી બનેલા કેપ્સ્યુલ્સ ડિઝાઇન કરવામાં જટિલ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું, એકવાર ડિઝાઈનને પ્રમાણિત કર્યા પછી તેની રચના અને નિર્માણ પણ ઇસરોની જવાબદારી છે.

ઝડપથી ચાલી રહ્યું છે કામ

માધવને કહ્યું કે 10 હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા સમુદ્રના અભિયાન સાથે વૈજ્ઞાનિક અને ટેકનિકલ ટીમ પહેલેથી જોડાઈ ચૂકી છે. ઈસરો અને NIOTના એમઓયૂ પણ થઈ ચૂક્યા છે. NIOTને માનવીય પનડુબ્બી વાબન માટે ઈલેક્ટ્રોનિક્સ અને નેવિગેશનની જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય ગોવાના રાષ્ટ્રિય ધ્રુવીય અને સમુદ્રી શોધ સંસ્થા, કોચ્ચિના સેન્ટર ફોર મેરીન લિવિંગ રિસોર્સિઝ અને ઈકોલોજી અને હૈદરાબાદના ભારતીય રાષ્ટ્રિય સમુદ્રી સૂચના સેવા કેન્દ્રને આ અભિયાનમાં સામેલ કરાયું છે.

સામાન્યથી સબમરીનથી કઈ રીતે અલગ રહેશે આ અભિયાન

ઉલ્લેખનીય છે કે સામાન્ય સબમરીન જ્યાં સમુદ્રમાં લગભગ 200 મીટર ઊંડાઈ સુધી ગોતા ખાઈ શકે છે જ્યારે આ અભિયાન માટે તૈયાર કરાનારી સબમરીનસ 6000 મીટરની ઊંડાઈ સુધી ગોતા ખાશે. જેના કારણે ભારતના ઊંડા સમુદ્રમાં જલવાયુ પરિવર્તનના પ્રભાવમાં સફળતા મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Deep Sea ISRO MoU NIOT Secrets Space ઇસરો નવું મોડલ સમુદ્રના રહસ્યો ISRO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ