હવે 'ગાઝિયાબાદ'નું નામ બદલી 'મહારાજા અગ્રસેન નગર' કરવાની ઉઠી માગ

By : vishal 07:18 PM, 06 December 2018 | Updated : 07:18 PM, 06 December 2018
પૂર્વ ઉત્તર પ્રદેશમાંથી નામ બદલવાની ઊઠેલી માગનો સિલસિલો હજુ શમ્યો નથી. હવે ભાજપના રાજ્યસભાના સાંસદ અનિલ અગ્રવાલે દિલ્લી પાસે આવેલા ગાઝિયાબાદનું નામ બદલવાની માગ કરી છે. 

તેઓની માગ છે કે, ગાઝિયાબાદનું નામ બદલીને મહારાજા અગ્રસેન નગર કરી દેવામાં આવે. જેને લઈને અનિલ અગ્રવાલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ પત્ર લખ્યો છે. 

અનિલ અગ્રવાલનું કહેવું છે કે, ગાઝિયાબાદમાં સૌથી વધુ વૈશ્ય સમાજના લોકો રહે છે અને ગાઝિયાબાદના વિકાસમાં વૈશ્ય સમાજનો મોટો ફાળો છે. 

તેઓની પણ આ જ માગ છે. મુગલ શાસક ગાઝીઉદ્દીને ગાઝિયાબાદ વસાવ્યું હતું. પરંતુ તે એક શાસક હતો. ગાજીઉદ્દીનના નામ પરથી ગાઝિયાબાદ ગુલામીના દિવસોની યાદ અપાવે છે. જેથી પ્રાથમિકતાના આધારે તેનું નામ બદલી દેવું જોઈએ.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story