દિલ્હીના સુલતાનપુરી-કાંઝાવાલા હિટ એન્ડ રન કેસ લોકો હજુ સુધી ભૂલ્યા નથી એવામાં હરિયાણાના ગુરુગ્રામમાં પણ તેના જેવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. ગુરુગ્રામના સેક્ટર-62માં એક ઝડપી કાર સાથે અથડાતાં બાઇક કારની નીચે ફસાઈ ગઈ હતી અને દારૂના નશામાં કાર ચાલકે બાઇકને લગભગ 4 કિલોમીટર સુધી ખેંચી હતી. આ સાથે જ રસ્તા પર ઘસતી વખતે બાઇકમાંથી તણખા નીકળતા રહ્યા.
ડ્રાઈવર 4 કિલોમીટર સુધી કાર ચલાવતો રહ્યો
ગુરુગ્રામ પોલીસે આ વિશે વાત કરતાં ગુરુવારે જણાવ્યું હતું કે એક વ્યક્તિની કથિત રીતે મોટરસાઇકલને તેની સ્પીડ કાર વડે 4 કિલોમીટર સુધી ખેંચી જવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આગળ પોલીસે જણાવ્યું કે કારે પહેલા રોડની કિનારે પાર્ક કરેલી મોટરસાઈકલને ટક્કર મારી અને એ પછી ટુ-વ્હીલર કાર નીચે નીચે ફસાઈ ગયું, ત્યારે કારચાલકે એ ફસાયેલ વાઈક સાથે ગાડી ચલાવી અને લગભગ 3 કિમી સુધી પોતાની સાથે ખેંચી ગયું. મળતી માહિતી મુજબ મોટરસાઇકલ માલિક બાઉન્સર તરીકે કામ કરે છે.
ये हैरान करनी वाली तस्वीरें....गुरुग्राम की है....देखिए कैसे कार ने बाइक को 4 किलोमीटर तक घसीटा.....सड़कों पर उठती रही चिंगारियां वो दौड़ाता रहा कार...तस्वीरें.....सेक्टर 62 में बाइक सवार दो युवकों को मारी टक्कर #Gurugrampic.twitter.com/8Se2Vfv5O2
ટક્કર બાદ બાઇક કારની નીચે ફસાઇ ગયું હતું
બાઉન્સરએ પોલીસને જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે 11.30 વાગ્યાની આસપાસ બની જ્યારે તે ડ્યુટી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો અને તે તેની મોટરસાઇકલ રોડની સાઈડમાં પાર્ક કર્યા પછી નજીકમાં ઉભો હતો ત્યારે કારે તેના ટુ-વ્હીલરને ટક્કર મારી હતી અને ટક્કર બાદ બાઇક કારની નીચે ફસાઇ ગયું હતું. આ પછી કાર ચાલક તેને પોતાની ખેંચી ગયો હતો. બાઇકના માલિક મોનુએ જણાવ્યું હતું કે આ હિટ એન્ડ રન કેસમાં એ માંડ માંડ બચ્યો હતો જો કે તેની બાઇકને ભારે નુકસાન થયું હતું. જણાવી દઈએ કે ગુરુગ્રામના સેક્ટર 65માં હોન્ડા સિટી કાર એક મોટરસાઇકલને ખેંચી રહી હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ગુરુગ્રામ સેક્ટર 65 પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ
ગાડીની નીચેથી મોટરસાઈકલ નીકળીને રોડની બાજુમાં પડી જતાં કાર ચાલક પોતાનું વાહન ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. જો કે હાલ મોટરસાયકલ ચાલકની ફરિયાદના આધારે, ગુરુગ્રામ સેક્ટર 65 પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ભારતીય દંડની કલમ 279 (રેશ ડ્રાઇવિંગ), 336 (જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકવું), 427 (નુકસાન પહોંચાડવા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ગુરુગ્રામ પોલીસના પ્રવક્તા સુભાષ બોકેને કહ્યું, 'અમે ફરિદાબાદના રહેવાસી સુશાંત મહેતા તરીકે ઓળખાયેલા આરોપીની ધરપકડ કરી છે અને તેની કાર કસ્ટડીમાં લીધી છે.