Now the enemy will be terrified even if it raises its eyes against India, the work that the Modi government is going to color is that ...
એક્શન /
હવે દુશ્મન ભારતની સામે આંખ ઊંચી કરતાં પણ ડરશે, મોદી સરકાર કરવા જઈ રહી છે એવું કામ કે...
Team VTV09:32 PM, 10 Jan 21
| Updated: 05:50 PM, 13 Jan 21
ગત વર્ષે માર્ચમાં સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતા વાળી ડિફેન્સ એકવીઝીશન કાઉન્સિલ એ મેક ઈન ઈંડિયા અભિયાન હેઠળ એચએએલ પાસેથી 83 જેટલા એલસીએ તેજસ વિમાનોને ખરીદવાની મંજૂરી માંગી હતી.
મોદી સરકાર કરવા જઈ રહી છે મોટો નિર્ણય
વાયુસેનાને મળશે સ્વદેશી ૮૩ નવા ફાઇટર જેટ
ટૂંક સમયમાં પીએમ મોદીની અધ્યક્ષતા વાળી કમિટી લેશે નિર્ણય
હાલમાં આ કરારના પ્રસ્તાવને પીએમ મોદીની અધ્યક્ષતા વળી સીસીએસ કમિટી પાસે મોકલી દેવામાં આવ્યો છે, એવું મનાઇ રહ્યું છે એરો ઇન્ડિયા શોના આગામી યોજાવા પહેલા જ આ કરારને મંજૂરી મળી શકે છે, ગયા વર્ષે રક્ષા મંત્રાલયે 38 હજાર કરોડના ખરીદ પ્રસ્તાવને મંજૂરી આપી હતી અનેએવું મનાઈ રહ્યું છે કે 2022 સુધીમાં પહેલું તેજસ વાયુસેનાને મળી શકે છે.
ભારતનું પોતાનું સ્વદેશી વિમાન છે તેજસ
ભારતીય વાયુસેનાને જો કે 2029 સુધીમાં બધા તેજસ સોંપી દેવાની યોજના છે, અને આ માર્ક વન એ ભારતીય વાયુસેના માટે ખૂબ જ મોટી રાહત બની શકે તેમ છે કેમ કે હાલમાં ભારતીય વાયુસેના વિમાનોના ખૂબ જ મોટા સંકટ સામે ઝઝૂમી રહી છે, ભારતીય વાયુસેનાને મળેલી મંજૂરી પ્રમાણે વાયુસેના પાસે 42 સ્ક્વોડ્રન હોવાની પરમિશન છે. જો કે થોડા જ સમયમાં જે પ્રમાણે હાલમાં વાયુસેનાના જૂના વિમાનોને નિવૃત્તિ આપવાનો સમય નજીક આવી રહ્યો છે તે ઘટીને માત્ર 29 સ્ક્વોડ્રનની રહી જવાની છે.
જો કે રક્ષા મંત્રાલયે આ કરારની ફાઇનલ કિંમત હાલમાં જાહેર કરી નથી જો કે એક માહિતી અનુસાર તે 38 હજાર કરોડની હોઈ શકે છે, એટલે કે એક વિમાન સાડા ચારસો કરોડ રૂપિયાનું થઇ શકે છે, ભારતે હાલમાં જ ખરીદેલા રફાલ વિમાનો 1600 કરોડ રૂપિયામાં ખરીદાયા છે. જો કે આ વિમાનમાં સાથે ખરીદેલા મિસાઇલો અને અન્ય હથિયાર પ્રણાલીઓ સામેલ છે.
તેજસ માર્ક ૨ પર પણ ચાલી રહ્યું છે કામ
મહત્વનું છે કે ભારત હાલમાં તેજસ માર્ક 2 પર પણ કામ કરી રહ્યું છે, જે થોડું વધુ મોટું અને મીડીયમ કેટેગરીનું વિમાન છે, આ વિમાન પર ખૂબ જ જોરશોરથી કામ શરુ થઇ ગયું છે, અને આ સિવાય ભારત પોતાનું જ પાંચમી પેઢીનું એએમસીએ નામનું વિમાન બનાવી રહ્યું છે. આ વિમાનોથી વાયુસેનાને ફરીથી પોતાની ક્ષમતા વિસ્તારવામાં મદદ મળશે.