બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તમારા કામનું / હવે ફાસ્ટેગથી સીધું જ કપાશે ચલણ, 1 જુલાઈથી અહીં સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ કરાશે શરૂ
Last Updated: 09:47 PM, 25 June 2024
FASTag Traffic Challan: માર્ગ સલામતી વધારવા માટે સરકાર સમયાંતરે નિયમોમાં ફેરફાર કરતી રહે છે. માર્ગ અકસ્માતોને રોકવા અને માર્ગ સલામતીના કાયદાને મજબૂત કરવા માટે ફરી એકવાર ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હાઈવે પર વધતા માર્ગ અકસ્માતો અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને નવી ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. નવો નિયમ 1 જુલાઈથી લાગુ થશે. જે પછી સીધા તમારા ફાસ્ટેગમાંથી ચલણ કપાશે.
ADVERTISEMENT
ફાસ્ટેગમાંથી ચલણ કપાશે
કર્ણાટકએ ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, આ અંતર્ગત બેંગલુરુ-મૈસુર રોડ નેટવર્કને કેમેરાથી સજ્જ કરવામાં આવશે. જે બાદ આ કેમેરા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની ઓળખ કરશે. ટ્રાફિકના નિયમો તોડનારાના ફાસ્ટેગમાંથી ચલણ કાપવામાં આવશે. આ માટે ટોલ ગેટને ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સાથે જોડવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. બેંગલુરુ એક્સપ્રેસ વે પર ઝડપ મર્યાદાનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી ચલનની રકમ તરત જ વસૂલ કરવામાં આવશે.
ADVERTISEMENT
ફાસ્ટેગ સાથે ચલણ સિસ્ટમને જોડવાની તૈયારી
રિપોર્ટ અનુસાર ટ્રાફિક અને રોડ સેફ્ટી વિંગ હાઇવે પર લગાવવામાં આવેલા ટોલ ગેટ પર ફાસ્ટેગ સાથે ચલણ સિસ્ટમને એકીકૃત કરવાનો પ્રયાસ કરી રહી છે. જો આવું થશે તો દંડ સીધો ફાસ્ટેગ વોલેટમાંથી કાપવામાં આવશે. સુરક્ષા સુધારાના ભાગરૂપે રાજ્ય સરકારે નશામાં ડ્રાઇવિંગ પર દેખરેખ રાખવા માટે સાઇનબોર્ડ, બ્લિંકર્સ, 800 અલ્કોમીટર અને 155 લેસર સ્પીડ ગન સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની મંજૂરી મળ્યા પછી આ તમામ ટ્રાફિક ઉલ્લંઘન પરનો દંડ સીધો ફાસ્ટેગ વોલેટમાંથી કાપી શકાય છે.
વધુ વાંચો : VIDEO : રાહુલ ગાંધી શપથ લીધા બાદ સ્પીકરને મળવાય ન રહ્યાં, ટોકતાં પાછા આવીને મળ્યાં
રીઅલ ટાઇમ એસએમએસ
એટલું જ નહીં ટૂંક સમયમાં જ ટ્રાફિકના નિયમો તોડનારાઓને રિયલ ટાઈમ પર SMS એલર્ટ મોકલવામાં આવશે. સરકાર ટ્રાફિક પર નજર રાખવા માટે કેમેરાની સંખ્યા વધારવા પર ભાર આપી રહી છે. નવા સ્થાપિત ANPR કેમેરા દ્વારા સુવિધાયુક્ત ટ્રાફિક નિયમોનો અમલ 1 જુલાઈથી શરૂ થશે. ADGP ટ્રાફિક અને રોડ સેફ્ટી આલોક કુમારે જણાવ્યું હતું કે 1 જુલાઈથી સમગ્ર બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવેને નવા સ્માર્ટ ટ્રાફિક નિયમો એટલે કે ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સાથે જોડવામાં આવશે. તમને જણાવી દઈએ કે સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ ડિસેમ્બર 2022માં જ બેંગલુરુમાં લોન્ચ કરવામાં આવી હતી. ITMS ટેક્નોલોજી હેઠળ, ટ્રાફિક પોલીસે 50 મુખ્ય જંકશન પર 250 ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન કેમેરા અને 80 રેડ લાઈટ ડિટેક્શન કેમેરા લગાવ્યા છે. હવે 1 જુલાઈથી મૈસૂરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને સીધા જ ચલણ જારી કરવામાં આવશે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.