બ્રેકિંગ ન્યુઝ
Vishal Khamar
Last Updated: 04:22 PM, 10 April 2024
હાલ ગુજરાતનાં રાજકારણમાં કોઈ ચર્ચામાં હોય તો એ છે. પરષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની બહેન-દીકરીઓ પર આપેલા નિવેદનથી રાજપૂતોમાં રોષ છે. રાજપૂતો રૂપાલાને હટાવવાની માંગ પર મક્કમ છે. તો ભાજપ રૂપાલાને રાજકોટથી ચૂંટણી લડાવવા અડગ છે. ત્યારે હવે આ લડાઈમાં કોંગ્રેસનાં જાયન્ટ કિલર પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
રૂપાલા નહીં હટે તો ધાનાણી ઉતરશે મેદાને
પરેશ ધાનાણીએ અત્યાર સુધી લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો. બીજી તરફ રૂપાલા રાજપૂતો વિરૂદ્ધ નિવેદન આપીને ખરાબ રીતે ફસાયા છે. તેમ છતાં રૂપાલા અડીખમ છે કે તે ચૂંટણી તો રાજકોટથી લડીને જ રહેશે. ત્યારે હવે રાજપૂતોનાં સમર્થનમાં પરેશ ધાનાણી આવ્યા છે. ધાનાણીએ જાહેરાત કરી કે, જો રૂપાલા સ્વૈચ્છાએ ટિકિટ પાછી નહી ખેંતે તો હું જનહિતમાં આ લડાઈ લડવા માટે તૈયાર છું. એટલે કે રાજકોટનું ચૂંટણી મેદાન હવે મહાભારતનાં રણ મેદાનમાં ફેરવાય તો નવાઈ નહી. તો બીજી તરફ ભરત બોધરાએ દાવો કર્યો કે રૂપાલા પ લાખ મતથી ચૂંટણી જીતશે.
ADVERTISEMENT
વિવાદિત નિવેદનથી ચર્ચામાં છે રૂપાલા
રાજકોટ જ નહી સમગ્ર રાજ્યમાં રૂપાલા વિરૂદ્ધ રાજપૂત સમાજમાં રોષ છે. તેવા સમયે પરેશ ધાનાણી સામે આવ્યા છે. તેમને જણાવી દઈએ કે પરેશ ધાનાણી 3 ટર્મ સુધી અમરેલી બેઠકથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. એટલું જ નહી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. 2002 માં ધાનાણીએ રૂપાલાને અમરેલી વિધાનસભા બેઠક પર હરાવ્યા હતા. 2012 માં દિલીપ સંઘાણીને હરાવીને ધાનાણી અમરેલીનાં ધારાસભ્ય બન્યા હતા. 2017 માં બાવકું ઉંઘાડને હરાવીને ધાનાણી ધારાસભ્ય બન્યા હત. ત્યારે ફરી એકવાર પરેશ ધાનાણીએ રૂપાલાને હરાવવા રાજકોટ લોકસભાથી મેદાને ઉતરવાની જાહેરાત કરી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.