બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / Now the Supreme Court has sealed that the watchman is the thief: Rahul Gandhi

રાફેલ / હવે તો સુપ્રીમ કોર્ટે પણ મહોર મારી છે કે ચોકીદાર ચોર હૈ: રાહુલ ગાંધી

vtvAdmin

Last Updated: 09:15 PM, 10 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટ રાફેલ સોદા પર ફરી વિચારણા અરજી પર સુનાવણી થઈ હતી અને કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય આપ્યો હતો તેને લઈને હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. આ નિર્ણય બાદ ભાજપ પર વિપક્ષો તુટી પડ્યા છે. જે પછી સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને નવી દિલ્હી ખાતે પત્રકારોને સંબોધ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં રાફેલના દસ્તાવેજ લીક થવાના મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી બાદ કોંગ્રેસના રાહુલ ગાંધીએ નિવેદન કર્યું હતું કે, હવે તો સુપ્રીમ કોર્ટે પણ ચોકીદાર ચોર હૈ પર મહોર મારી છે. આ મામલે દેશભરના રાજકીય નેતાઓ નિવેદનબાજી કરવા લાગ્યા હતા. ત્યારે રાહુલના આ નિવેદનનો ભાવજે પણ જવાબ આપ્યો હતો.
 


નિર્મલા સીતારમને કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, આપણે બધા આ સારી રીતે જાણીએ છીએ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ જજમેન્ટનો એક ફકરો પણ વાંચ્યો નહી હોય, પરંતુ રાહુલ ગાંધીનું કહેવું છે કે, કોર્ટે અરજીને સ્વીકાર કરી લીધી છે અને કોર્ટે પણ કહ્યું કે ચોકીદાર ચોર છે, આ સર્વોચ્ચ અદાલતની અવમાનનાની શ્રેણીમાં આવે છે. આ ઉપરાતં નિર્મલા સીતારમને રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતા કહ્યું કે,જો પોતે જામીન પર છે અને રાજનીતિક મર્યાદાના દરેક સિદ્ધાંતને તોડે છે તેઓ આવા આરોપ લગાવી રહ્યા છે. જેના વિશે કોર્ટે કંઈ કહ્યું નથી. નોંધનીય છે કે, રાફેલ ડીલ પર ફરી વિચારણા માટે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલા અરજીનો મોદી સરકારે વિરોધ કર્યો હતો. 
 
રાફેલ ડીલ પર મોદી સરકારને ઝટકો, ડીલ પર થશે બીજી વખત સુનાવણી


રાહુલે અમેઠીમાં ઉમેદવારી પત્ર ભર્યા બાદ રાફેલ મામલે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી રાફેલ મામલે દરેક સભાઓમાં અચુક મોદી પર પ્રહાર કરી રહ્યા છે. તેને લઈને ભાજપના સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમને જવાબ આપ્યો હતો. હાલ ભાજપ અને કોંગ્રેસ ચોકીદાર ચૌર હૈ અને મૈ ભી ચોકીદારના સૂત્ર સાથે 2019ની ચૂંટણીમાં ઉતર્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Nirmala Sitaram Rafale deal Supreme Court modi government objections rahulgandhi Raphael
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ