બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / હવે શેર બજાર ડાયરેક્ટ ચોથા દિવસે ઓપન થશે, જાણો કેમ? આ રહ્યું કારણ

બિઝનેસ / હવે શેર બજાર ડાયરેક્ટ ચોથા દિવસે ઓપન થશે, જાણો કેમ? આ રહ્યું કારણ

Last Updated: 09:55 PM, 14 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતત ત્રણ દિવસ 15મી જૂન (શનિવાર), 16મી જૂન (રવિવાર) અને 17મી જૂન (સોમવાર)ના શેર બજાર બંધ રહેશે. 17 જૂને બકરી ઇદના કારણે શેરબજાર બંધ રહેશે.

Bakrid Stock Market Holiday 2024: ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે શેરબજારનું રેકોર્ડ ક્લોઝિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈએ બંધ થયા છે. નિફ્ટીમાં સતત ત્રીજા દિવસે રેકોર્ડ ક્લોજિ્ંગ જોવા મળી હતી. બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 181.87 પોઈન્ટ 0.24 ટકા વધીને 76,992.77 પોઈન્ટની નવી ટોચે બંધ થયો છે. NSE ઈન્ડેક્સ નિફ્ટી 66.70 પોઈન્ટ 0.29 ટકાના વધારા સાથે 23,465.60 પોઈન્ટના રેકોર્ડ સ્તરે બંધ થયો હતો. હવે શેરબજાર સતત ત્રણ દિવસ બંધ રહેવાનું છે. 3 દિવસની રજા બાદ 18 જૂને બજાર ખુલશે.

સતત ત્રણ દિવસ 15 જૂન (શનિવાર), 16 જૂન (રવિવાર) અને 17 જૂન (સોમવાર)ના શેરબજાર બંધ રહેશે. 17 જૂને બકરી ઇદના કારણે શેરબજાર બંધ રહેશે. બકરી ઇદના દિવસે ટ્રેડિંગ હોલિડે પર ઇક્વિટી સેક્ટર, ઇક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ અને SLB સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. જો કે, કોમોડિટી માર્કેટમાં કામકાજ 17 જૂનના સાંજે 5 થી 11:00 વાગ્યાના સત્રમાં કરવામાં આવશે.

Website_Ad_1200_1200_color_option.width-800

14 જૂનના બિઝનેસમાં ટોપ ગેનર અને ટોપ લૂઝર

નિફ્ટી પર સૌથી વધુ નફો કરનારાઓમાં આઇશર મોટર્સ, એમએન્ડએમ, અદાણી પોર્ટ્સ, શ્રીરામ ફાઇનાન્સ અને ટાઇટન કંપનીનો સમાવેશ થાય છે, જ્યારે ખોટમાં TCS, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી, વિપ્રો અને નેસ્લેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ બદલાઇ ગયો EPFના રૂપિયા ઉપાડ માટેનો આ નિયમ, હવેથી નહીં અપાય આ સુવિધા

BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 434 લાખ કરોડને પાર

શેરબજારમાં ત્રણ સત્રોથી ચાલી રહેલા તેજીના વલણ વચ્ચે 14 જૂને BSE લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 4,34,88,147.51 કરોડની નવી ઓલ-ટાઇમ હાઈએ પહોંચ્યું હતું. ત્રણ દિવસના તેજીના સમયગાળા દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં કુલ રૂ. 7.93 લાખ કરોડનો વધારો નોંધાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

STOCK MARKET Business ‍ Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ