બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / હવે પાકિસ્તાને પણ કરી ભારતની નકલ, જુઓ વૈશ્વિક કૂટનીતિને મજબૂત કરવા શું નિર્ણય લીધો?
Last Updated: 09:39 AM, 18 May 2025
આતંકીઓને છાવરતા પાકિસ્તાનને દુનિયાભરમાં પોતાની કરતૂતો ખુલ્લી પડવાનો ડર એવો સતાવ્યો કે તેણે પ્રતિનિધિ મંડળ બનાવી દુનિયાભરમાં પોતાનો (લૂલો) બચાવ કરવાનું નક્કી કર્યુ છે.. આ નિર્ણય ભારતના એ નિર્ણય પછી આવ્યો છે જેમાં ભારતે તમામ પક્ષોના 40 સાંસદોની એક ટીમ બનાવી છે, જેને 7 પ્રતિનિધિમંડળોમાં વહેંચવામાં આવી છે. આ સાંસદો દુનિયાને જણાવશે કે પાકિસ્તાન આતંકવાદને કેવી રીતે પ્રોત્સાહન આપે છે.
ADVERTISEMENT
પોતાની વૈશ્વિક રાજદ્વારીતાને મજબૂત બનાવવા માટે, તેણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના પ્રમુખ અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો-ઝરદારીની પસંદગી કરી છે. શનિવારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બિલાવલને આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માટે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી.
આ પણ વાંચોઃ
ADVERTISEMENT
પાકિસ્તાને બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં એક સમિતિ બનાવી છે
પાકિસ્તાને પણ બિલાવલના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી છે, જેમાં પૂર્વ મંત્રીઓ ખુર્રમ દસ્તગીર ખાન, હિના રબ્બાની ખાર અને પૂર્વ વિદેશ સચિવ જલીલ અબ્બાસ જિલાનીનો સમાવેશ થાય છે.
બિલાવલ ભુટ્ટોએ શું કહ્યું ?"
"વડાપ્રધાન શાહબાઝ શરીફે મને આંતરરાષ્ટ્રીય મંચ પર શાંતિ માટે પાકિસ્તાનનો કેસ રજૂ કરવા માટે એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા કહ્યું. આ જવાબદારી સોંપાઈ તે બદલ હું સન્માનિત છું," તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યું.
આ સાંસદો ભારતનું પ્રતિનિધિત્વ કરશે
શનિવારે, ભારત સરકારે સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા માહિતી આપી હતી કે કોંગ્રેસના સાંસદ શશિ થરૂર અને NCP સાંસદ સુપ્રિયા સુલે સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ વિશ્વના મુખ્ય દેશોની મુલાકાત લેશે અને ઓપરેશન સિંદૂર વિશે જણાવશે અને ભારતનો દૃષ્ટિકોણ રજૂ કરશે.
આ પણ વાંચોઃ આગામી 30મે સુધી રદ રહેશે આ રૂટ પરની ટ્રેનો, જોઇ લેજો, ક્યાંક તમારે તો નહોતું જવાનું ને!
શશિ થરૂર અમેરિકા, પનામા, ગુયાના, બ્રાઝિલ અને કોલંબિયાની મુલાકાત લેશે, જ્યારે સુલે ઇજિપ્ત, કતાર, ઇથોપિયા અને દક્ષિણ આફ્રિકાની મુલાકાત લેશે. આ સિવાય પ્રતિનિધિમંડળમાં કનિમોઝી કરુણાનિધિ, સંજય કુમાર ઝા, રવિશંકર પ્રસાદ, બૈજયંત પાંડા અને શ્રીકાંત શિંદેના નામ સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.