બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / મુંબઈ વાસીઓ માટે માઠા સમાચાર, આ તારીખથી પાણી કાપના નિર્ણયની સંભાવના

જળ સંકટ / મુંબઈ વાસીઓ માટે માઠા સમાચાર, આ તારીખથી પાણી કાપના નિર્ણયની સંભાવના

Last Updated: 09:59 PM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં આ વર્ષે તળાવોમાં પાણીનો સૌથી ઓછો જથ્થો છે. જો કે, તળાવોમાં પાણીનો ઓછો જથ્થો હોવા છતાં, બીએમસી કમિશનર ભૂષણ ગગરાનીએ મુંબઈકરોને ખાતરી આપી છે કે મુંબઈમાં પાણી કાપવામાં આવશે નહીં.

ગરમી અને બફારા વચ્ચે મુંબઈકરો માટે ચિંતાજનક વાત સામે આવી છે, જે તળાવો મુંબઇને પાણી પૂરું પાડે છે તેમાં 10% કરતા પણ ઓછો પાણીનો સ્ટોક બાકી છે. છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં આ વર્ષે તળાવોમાં પાણીનો સૌથી ઓછો જથ્થો છે. જો કે, તળાવોમાં પાણીનો ઓછો જથ્થો હોવા છતાં, બીએમસી કમિશનર ભૂષણ ગગરાનીએ મુંબઈકરોને ખાતરી આપી છે કે મુંબઈમાં પાણી કાપવામાં આવશે નહીં.

છેલ્લા ત્રણ વર્ષમાં આ સૌથી ઓછો પાણીનો જથ્થો

મુંબઈને પાણીનો પુરવઠો અપર વૈતરણા, તાનસા, ભાતસા, મોદક સાગર, મધ્ય વૈતરણા, વિહાર અને તુલસી તળાવોમાંથી મળે છે. 23 મેના રોજ, આ સાત તળાવોમાં 148743 એમએલડી પાણી બાકી છે, જે તળાવોની કુલ ક્ષમતાના માત્ર 10.28% છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ સૌથી ઓછો પાણીનો જથ્થો છે. તેની સરખામણીમાં, વર્ષ 2023 દરમિયાન તળાવોમાં 2,31,499 એમએલડી પાણી હતું જે તળાવોની કુલ ક્ષમતાના 15.99% છે.. વર્ષ 2022માં તળાવોમાં પાણીનો જથ્થો 2,98,560 એમએલડી એટલે કે તળાવોની કુલ ક્ષમતાના 20.63% હતો.

આ પણ વાંચોઃ સ્વાતિ માલીવાલ મારપીટ કેસમાં બિભવ કુમારને ફટકો, જામીન અરજી કોર્ટે ફગાવી

રાજ્ય સરકાર તેના અનામત ક્વોટામાંથી પાણી આપશે

મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડતા તળાવોમાં ઓછા સંગ્રહને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તેના અનામત ક્વોટામાંથી બીએમસીને વધારાનું પાણી આપવાનો નિર્ણય લીધો છે જેથી જુલાઈના અંત સુધી મુંબઈને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે. પરંતુ જો સમયસર સારો વરસાદ નહીં પડે તો બીએમસી સામે મુંબઈકરોને પાણી પુરવઠો પૂરો પાડવાનો ગંભીર પડકાર હશે. કમિશનર ગગરાનીએ તાજેતરમાં જ પાણીની સમસ્યા અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

બેઠકમાં, કમિશનરે તળાવોમાં પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી, તેમજ રાજ્ય સરકાર પાસેથી પાણી પ્રાપ્ત થયા પછીની પરિસ્થિતિ અંગે શું યોજના છે તેની સમીક્ષા કરી હતી. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં પાણી કાપ અંગે કોઈ ચર્ચા થઈ નથી.

સંકળાયેલા મુદ્દાઓ

water cut water quantity Mumbai
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ