બ્રેકિંગ ન્યુઝ
VTV / Extra / Technology / તમારા કામનું / હવે KYC માટે બેન્કમાં નહીં જવું પડે, આ રીતે ઘરે બેઠા કરો ઓનલાઇન KYC અપડેટ
Last Updated: 08:16 PM, 7 June 2024
ગ્રાહકોને બેન્કનું KYC કરાવવા બ્રાન્ચ સુધી ધક્કા ખાવા પડતા હોય છે. પરંતુ કેટલીક બેન્ક દ્વારા KYC કરાવવા ઓનલાઇન સુવિધા શરૂ કરવામાં આવી છે. જો તમે આ Re-KYC નથી કરાવતા તો તમારું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે. જેના કારણે તમે કોઈ લેવડ દેવડ નહીં કરી શકો. આજે અમે તમને માહિતી આપીશું કે તમે ઘરે બેઠા કેવી રીતે આ Re-KYC કરી શકો છો.
ADVERTISEMENT
Re-KYC એટલે શું?
Re-KYC કેવી રીતે કરવું તે પહેલા એ જાણીશું કે આ પ્રક્રિયા શું છે? આ પ્રક્રિયામાં બેન્ક તેમના ગ્રાહકની લેટેસ્ટ વ્યક્તિગત જાણકારી મેળવે છે. જેમાં તે એ વાત સુનિશ્ચિત કરે છે કે, ગ્રાહકની જાણકારી જૂની નથી. અત્યારે લગભગ દરેક બેન્ક ઓનલાઇન KYCની સુવિધા આપે છે. તેનાથી ગ્રાહકો ઘરે બેઠા આ કામ પૂરું કરી શકે છે. આ માટે કેટલાક દસ્તાવેજ હોવા જરૂરી છે.
ADVERTISEMENT
SBIનું કરો આ રીતે KYC
SBIના ઓનલાઇન બેન્કિંગમાં લોગ ઈન કરો.
My Accountમાં Update KYC પર ક્લિક કરો.
પોતાનું SBI એકાઉન્ટ પસંદ કરો.
ત્યાર બાદ ખુલેલા પેજમાં જરૂરી ડોક્યૂમેન્ટ અપલોડ કરો, તમારું Re-KYC થઈ જશે.
HDFCનું કરો આ રીતે KYC
બેન્ક પાસેથી KYC કરવાની સૂચના મળે ત્યારે Re-KYCનું ફોર્મ ભરવું.
ઓળખ અને રહેઠાણના પ્રૂફ તરીકે દસ્તાવેજને તમારે ખુદ પ્રમાણિત કરવાનું રહેશે.
KYCની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 10 દિવસની રાહ જોવાની રહેશે, ત્યાર બાદ KYC અપડેટ થઈ જશે
વાંચવા જેવું: હનીમૂન પર ગયેલી આરતી સિંહે મૂક્યા કિસીંગ PHOTOS, છેલ્લી તસવીર જોઈ યુઝર્સ ભડક્યા, કહ્યું ડિલીટ કરો
ICICIનું કરો આ રીતે KYC
ICICIના નેટ બેન્કિંગ પોર્ટલ પર લોગ ઈન કરો
Update KYC પર ક્લિક કરવું
"દસ્તાવેજ અપલોડના માધ્યમથી અપડેટ કરો"નો ઓપ્શન પસંદ કરો
"હું મારુ સરનામું અપડેટ કરવા માંગુ છું" બોક્સ ચેક કરીને પોતાનું નવું સરનામું અપડેટ કરો,
ત્યાર બાદ ફોટો અપલોડ કરો અને "ઓથોરિટી બોક્સને ચેક કરો અને ચાલુ રાખો" પર ક્લિક કરો
ઓથોરિટીની પસંદ કરો અને "પૃષ્ટિ કરો" પર ક્લિક કરો
KYC ઘોષણા પર ટિક કરીને "પુષ્ટિ કરો" પર ક્લિક કરો
પ્રક્રિયા પૂરી કરવા "ચાલુ રાખો" ઓપ્શન પર ક્લિક કરવું, ત્યાર બાદ KYC અપડેટ થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.