સુરક્ષા / અમદાવાદમાં રિવરફ્રન્ટ પર હવે જાપાનીઝ સ્ટાઇલથી વોચઃ કોબાનચોકીઓ ઊભી કરાશે

Now Japanese Style Watch on the Riverfront

શહેરના ૨૨ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા રિવરફ્રન્ટ પર છેડતી લુખ્ખાગીરી જેવા અનેક કિસ્સા વધી રહ્યા છે. જેને રોકવા માટે પોલીસ હવે સેગવે અને પોલોકાર પર સતત પેટ્રોલિંગ કરશે. પૂર્વ અને પશ્વિમ રિવરફ્રન્ટ વોકવે પર પોલીસનું પેટ્રોલિંગ કરવું મુશ્કેલ હોવાના કારણે નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત સેગવે અને પોલોકાર ખરીદવાનું નક્કી કર્યુ છે. આ ઉપરાંત જાપાનમાં જોવા મળતી કોબાન ચોકી પણ રિવરફન્ટ્રની બન્ને બાજુમાં બનાવવામાં આવશે. જે સીસીટીવી સર્વેલન્સથી સજ્જ હશે. આ ચોકીમાંથી બે કિલોમીટર સુધી મોનિટરિંગ થઇ શકશે. રિવરફ્રન્ટ પર ૩૬૦ ડિગ્રી ફરી શકે તેવા કેમેરા ગોઠવવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ