બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / વાહ! હવે YouTubeથી કમાણી કરવી સરળ બનશે, સામે આવ્યું નવું અપડેટ
Last Updated: 03:58 PM, 5 October 2024
ADVERTISEMENT
YouTube તેના Shorts વીડિયો પ્લેટફોર્મ પર એક મોટું અપડેટ લાવવા જઈ રહ્યું છે. જેથી વીડિયો ક્રીએટર્સ 3 મિનિટ સુધીના વીડિયો અપલોડ કરી શકશે. આ બદલાવ 15 ઓક્ટોબર, 2024થી લાગુ થશે. અગાઉ યુઝર્સ યુટ્યુબ શોર્ટ્સ પર માત્ર 60 સેકન્ડના વીડિયો જ અપલોડ કરી શકતા હતા. 3-મિનિટની સમય મર્યાદામાં ક્રીએટર્સને તેમની વાત સમજાવવા વધુ સ્પેસ મળશે.
વધુ વાંચો : ChatGPT યુઝર્સને મોટો ઝટકો! હવેથી મોંઘુ થશે આ સબ્સ્ક્રિપ્શન, જાણો કેટલું
ADVERTISEMENT
જૂના વીડિયોને અસર થશે નહીં
અગાઉ YouTube Shorts ક્વિક અને એટ્રેક્ટિવ વીડિયો પર જ ફોકસ્ડ હતું.આ શોર્ટ વીડિયોએ YouTubeને TikTok અને Instagram Reels જેવા અન્ય પ્લેટફોર્મની હરોળમાં લાવીને મૂકી દીધું હતું. હવે YouTube લાંબા વીડિયોને સપોર્ટ કરવાની તૈયારી કરી રહ્યું છે, જે કન્ટેન્ટ ક્રીએટર્સ વધુ સ્પેસ આપશે.આ ફેરફાર અગાઉ અપલોડ કરેલા વીડિયોને અસર કરશે નહીં.
YouTube Shorts લાંબા વીડિયો ઉપરાંત, યુટ્યુબ તેને વધુ મનોરંજક અને આકર્ષક બનાવવા માટે નવા ફિચર્સ પણ લાવી રહ્યું છે. ટૂંક સમયમાં તમને પ્લેટફોર્મ પર ટેમ્પલેટ પણ જોવા મળશે. જેમાં તમે "રીમિક્સ" બટન પર ટેપ કરીને અને "Use this template" પસંદ કરી રિમિક્સ અને ટ્રેન્ડિંગ વીડિયોઓને ફરીથી બનાવવાની સુવિધા મળશે. એનાથી ક્રીએટર્સ માટે ટ્રેન્ડ પર જવું અને તેમાં પર્સનલ ટચ એડ કરવું આસાન બની જશે.
વધુ વાંચો : UPIનો આ મોડ ઓન કરતા પહેલા ચેતી જજો, નહીંતર બેંક એકાઉન્ટ થઇ જશે તળિયા ઝાટક
YouTube Shortsમાં આગામી મહિનાઓમાં અન્ય અપડેટ રોલઆઉટ કરવામાં આવશે. જે વધુ યુટયુબ કન્ટેન્ટ એડ કરવાની સુવિધા આપશે. ક્રીએટર્સ ટૂંક સમયમાં જ તેમના શોર્ટ્સ બનાવવા માટે મ્યુઝિક વીડિયો સહિત YouTube વીડિયોની ક્લિપ્સનો ઉપયોગ કરી શકશે.
આ સિવાય Google DeepMindનું વીડિયો મૉડલ, Veo, પણ આ વર્ષના અંતમાં Shortsમાં એડ કરવામાં આવશે. જે કન્ટેન્ટ ક્રિએટર્સને વધુ પાવરફૂલ વીડિયો બૅકગ્રાઉન્ડ અને સ્ટેન્ડઅલોન ક્લિપ્સ ઑફર કરશે. આ નવા ફીચર્સ મારફતે YouTubeથી પૈસા કમાવવાનું વધુ સરળ બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.