બ્રેકિંગ ન્યુઝ
VTV / Now Indias UPI will run in France as well PM Narendra Modi is currently visiting France
Mahadev Dave
Last Updated: 09:47 AM, 14 July 2023
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ફ્રાન્સની મુલાકાતે છે. આ દરમિયાન પ્રવાસના પહેલા જ દિવસે મોટી સફળતા મળી છે. જેમાં હવે ફ્રાન્સમાં પણ ભારતનું UPI ચાલશે! પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચે આ મોટી ડીલ થઈ હતી. જેનો ફાયદો હવે ભારતીય પ્રવાસીઓને થશે. પરિણામે ફ્રાન્સમાં ભારતીય રૂપિયામાં ચુકવણું કરી શકશે. મહત્વનું છે કે યુપીઆઈ મામલે ભારતની અત્યાર સુધીની આ સૌથી મોટી સફળતા ગણવામાં આવી રહી છે. તો બીજી બાજુ ફ્રાન્સ ભારતીય યુપીઆઈ લોન્ચ કરનાર યુરોપનો પહેલો દેશ બની ગયો છે.
अब France में भी #UPI चलेगा। pic.twitter.com/vLtcc2L4VN
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 13, 2023
ADVERTISEMENT
ભારતની ડિજિટલ પેમેન્ટ પ્રક્રિયા UPIના મુક્ત મને વખાણ
મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સ મુલાકાતને લઈને એક બાજુ સમગ્ર વિશ્વના લોકોની મીટ આ મુલાકાત પર મંડાયેલી છે. ત્યારે પહેલા જ દિવસે આ જબરી સફળતા મળી જતા દુનિયામાં દેશનો ડંકો વાગ્યો છે. ખાસ વાત એ પણ છે કે આઈએમએફથી લઈને વિશ્વની ઘણી મોટા ગજાની બેંકોએ ભારતની ડિજિટલ પેમેન્ટ પ્રક્રિયા UPIના મુક્ત મને વખાણ કરીને વિશ્વના અન્ય દેશોને ભારત પાસેથી શીખ મેળવવા માટે પણ કહ્યું હતું. આ ઉપરાંત ફ્રાન્સની મુલાકાત વેળાએ પીએમ મોદી અને ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે હજુ પણ મહત્વપૂર્ણ કરાર થાય તેવું જણાઈ રહ્યું છે. યુપીઆઈની દ્રષ્ટિએ વર્ષ 2023 મહત્વનું બની ગયું છે કારણ કે આ વર્ષે સિંગાપોરના યુપીઆઈ અને paynow એ પણ એક સોદો કર્યો છે. જેથી કોઈપણ દેશના વપરાશ કરતાં ક્રોસ બોર્ડર ટ્રાન્જેક્શન માટે યુપીઆઈનો ઉપયોગ કરી શકે છે.
Be it India's UPI or other digital platforms, they have brought a huge social transformation in the country. pic.twitter.com/mSQmxgkB8e
— PMO India (@PMOIndia) July 13, 2023
દેશના અર્થતંત્રને પણ ફાયદો
આ ડીલના ફાયદા અંગે વાત કરવામાં આવે તો ફ્રાન્સમાં ભારતીય યુપીઆઈની મંજૂરીનો સીધો ફાયદો ભારતમાંથી ફ્રાન્સ પ્રવાસે જતા લોકોને થશે.એટલે કે હવે પેરિસ કે એફિલ ટાવર જોવા જતા ભારતીય નાગરિકોને ચલણ બદલાવાની જરૂર નથી તેઓ સીધા યુપીઆઈ દ્વારા ભારતીય રૂપિયામાં પેમેન્ટ કરી શકશે. તેઓ કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર અને કરન્સી એક્સચેન્જ કરાવ્યાની ઝંઝટ વગર જ આસાનીથી ચુકવણું કરી શકશે. બીજી બાજુ દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ક્રેઝ પણ વધશે. જેથી દેશના અર્થતંત્રને પણ ફાયદો થશે.
યુપીઆઈ પેમેન્ટ મેથડનો પણ વિદેશમાં ડંકો વાગશે
એક વાતએ પણ છે કે હવે ભારતમાં લોકો રોકડનો ખૂબ ઓછો ઉપયોગ કરી રહ્યા છે. મોટાભાગના લોકો લોકો ચા ના બિલથી માંડી રિક્ષાના ભાડા ચૂકવવા સહિતના તમામ વ્યવહારો યુપીઆઈથી કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે જ્યારે વિદેશમાં પણ આવે યુપીઆઈ શરૂ થવાને કારણે યુપીઆઈ ટ્રાન્જેક્શનમાં વધારો થશે. આથી સરવાળે ભારતીય ચલણ અને યુપીઆઈ તો મજબૂત બનશે જે. સાથે યુપીઆઈ પેમેન્ટ મેથડનો પણ વિદેશમાં ડંકો વાગશે. નોંધનીય છે કે ભારતમાં ડિજિટલ પેમેન્ટ વધી રહ્યું છે જે 2026/27 સુધીમાં દરરોજ એક અબજ વ્યવહારો સુધી પહોંચે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.