બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Now, if you have passed through the BRTS corridor with a vehicle, understand that you have gone!

કાર્યવાહી / હવે BRTS કૉરિડોરમાં વાહન લઇને પસાર થયા તો ગયા સમજો! અમદાવાદમાં 190 વ્હીકલ્સ કરાયા ડિટેઇન

Priyakant

Last Updated: 08:24 AM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના વિવિધ BRTS કોરિડોરમાં વાહન ચલાવનાર ચાલકો સામે સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી

  • BRTS અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી
  • શહેરના વિવિધ BRTS કોરિડોરમાં કાર્યવાહી કરાઇ 
  • વાહન ચલાવનાર ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી 
  • BRTS કોરિડોરમાં વાહનો ચલાવતાં 190 વાહનો ડિટેઇન કર્યા
  • કાર્યવાહી દરમિયાન રૂ. 89900 દંડ વસુલ કરવામાં આવ્યો  

અમદાવાદ BRTS અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, શહેરના વિવિધ BRTS કોરિડોરમાં વાહન ચલાવનાર ચાલકો સામે સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં BRTS કોરિડોરમાં વાહનો ચલાવતાં 190 વાહનો ડિટેઇન કર્યા છે. આ સાથે કાર્યવાહી દરમિયાન રૂ. 89900 દંડ વસુલ કરવામાં આવ્યો છે. 

અમદાવાદમાં BRTS કોરિડોર વાહન ચલાવતા લોકો માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે. આપણે જાણીએ છીએ કે, અમુક વાહનચાલકો નિયમો વિરુદ્ધ BRTS કોરિડોર એટલે કે જ્યાં માત્ર BRTS બસની જ આવન-જાવન હોય ત્યાંથી પોતાનું વાહન લઈને પસાર થતાં હોય છે. જેને લઈ અનેકવાર અક્સ્માતની ઘટના પણ સામે આવતી હોય છે. જોકે હવે BRTS કોરિડોરમાં વાહન ચલાવતા લોકો સામે મોટી કાર્યવાહી સામે આવી છે. 

અમદાવાદના કયા વિસ્તારમાં થઈ કાર્યવાહી ? 

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મેમકો ચાર રસ્તાથી નરોડા રોડ વિસ્તારમાં BRTS અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઠક્કરબાપાનગર, સીટીએમ ચાર રસ્તા સહિત BRTS કોરિડોરમાં વાહનો ચલાવતાં 190 વાહનો ડિટેઇન કર્યા છે. આ સાથે કાર્યવાહી દરમિયાન રૂ. 89900 દંડ વસુલ કરવામાં આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BRTS BRTS કોરિડોર અમદાવાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ ડિટેઇન BRTS Corridor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ