ગૌતમ અદાણી એક પછી એક સેક્ટરમાં એન્ટ્રી લેતા જાય છે એવામાં હાલ ગૌતમ અદાણીએ 835 કરોડ રૂપિયાની એક નવી ડીલ ફાઇનલ કરી
ગૌતમ અદાણીએ 835 કરોડ રૂપિયાની એક ડીલ કરી
તમ અદાણીને Z કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવે છે
એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી એક પછી એક સેક્ટરમાં એન્ટ્રી લેતા જાય છે અને તેના કારોબાર વિસ્તારવા માટે મોટી મોટી ડીલ કરતાં જાય છે. એવામાં જ હાલ ગૌતમ અદાણીએ 835 કરોડ રૂપિયાની એક ડીલ કરી છે.
835 કરોડ રૂપિયાની ડીલ
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડે(Adani Ports And Economic Zone Limited) ની પેટાકંપની અદાણી લોજિસ્ટિક્સ (Adani Logistics) એ આ માહિતી શેર કરી હતી. મંગળવારે, કંપની દ્વારા કહેવામાં આવ્યું કે તેણે ઇનલેન્ડ કન્ટેનર ડિપોટ ICD Tumbના અધિગ્રહણ માટે નવકાર કોર્પોરેશન (Navkar Corporation) સાથે 835 કરોડ રૂપિયાની ડીલ ફાઇનલ કરી છે.
એક રિપોર્ટ અનુસાર ICD Tumb એ સૌથી મોટા ઇનલેન્ડ કન્ટેનર ડિપોટમાં શામેલ છે અને તેની ક્ષમતા 0.5 મિલિયન એટલે કે 5 લાખ ટીઇયુ(TEU) છે. કંપનીએ કહ્યું હતું કે ભવિષ્યમાં ક્ષમતા અને કાર્ગોને વધારવા માટે આ ડીલ ઘણી મદદરૂપ સાબિત થશે. સાથે એમને એમ પણ કહ્યું હતું કે ટંબ આઇસીડીની પાસે પશ્ચિમી ડીએફસીથી જોડાયેલ રેલ હેન્ડલિંગ લાઈનો સાથે એક ખાનગી ફ્રેટ ટર્મિનલ છે.
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડે(Adani Ports And Economic Zone Limited) ના સીઇઓ કરણ અદાણીએ આ ડિલને લઈને કહ્યું હતું કે દેશના સૌથી મોટા આઈસીડીમાંથી એક ટંબ અધિગ્રહણથી અમારી યોજનાને તાકાત મળશે. સાથે જ યુટિલિટી બનવાની અમારી પરિવર્તન રણનીતિ સાથે સાથે અમે અમારા ગ્રાહકોને આર્થિક ડોર ટુ ડોર સેવાઓ પણ પ્રદાન કરવાના અમારા ઉદેશ્યની નજીક જવામાં મદદરૂપ થશે.
#AdaniLogistics , a fully-owned subsidiary of Adani Ports and Special Economic Zone Ltd (APSEZ), stated that it had paid Rs 835 crore to Navkar Corporation to acquire the inland container depot (ICD) Tumb. pic.twitter.com/gYRRQI5h8i
સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી ટોપ-10 અમીરોની યાદીમાં પ્રભુત્વ ધરાવે છે. જોકે આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર આ ભારતીય ઉદ્યોગપતિની સંપત્તિ જે ગતિએ વધી રહી છે તે જોતાં તે ટૂંક સમયમાં ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બની જાય તેવી શક્યતાને દેશ નકારી શકતું નથી. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સના આંકડા જોઈએ તો ગૌતમ અદાણી જે ઝડપે આગળ વધી રહ્યા છે. ગૌતમ અદાણીની નેટવર્થ વધીને $134.6 બિલિયન થઈ ગઈ છે અને તેઓ વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
મૂળ ગુજરાતી ગૌતમ અદાણીની ગણતરી દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં થાય છે. આ તરફ હવે ઈન્ટેલિજન્સ બ્યુરો દ્વારા મોકલવામાં આવેલા રિપોર્ટના આધારે સરકારે ગૌતમ અદાણીને Z કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે, આ પહેલા ગૃહ મંત્રાલય દ્વારા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને પણ Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.