બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે WhatsAppથી થઇ શકશે ફ્લાઇટ બુકિંગ! મેસેજ સેન્ડ કરતા જ ટિકિટ તમારા મોબાઇલમાં, જાણો વિગત

ટેકનોલોજી / હવે WhatsAppથી થઇ શકશે ફ્લાઇટ બુકિંગ! મેસેજ સેન્ડ કરતા જ ટિકિટ તમારા મોબાઇલમાં, જાણો વિગત

Last Updated: 12:45 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ફ્લાઇટ ટિકિટ બુક કરવાનું વિચારી રહ્યા છો તો તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી અને હવે આ માટે તમારે કોઈ એપ પર જવાની પણ જરૂર નથી. તમે ઘરે બેઠા WhatsAppનો ઉપયોગ કરીને ફ્લાઇટ ટિકિટ બુક કરાવી શકો છો.

જો તમે પણ ફરવાના શોખીન છો અને ખાસ કરીને ફ્લાઇટમાં બેસીને ક્યાંય પણ જવાનું પસંદ કરો છો તો આ સમાચાર તમારા કામના છે. હવે સામાન્ય રીતે ફ્લાઈટ ટિકિટ બુક કરાવવામાં થોડી-ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે પણ હવે ફ્લાઇટનું બુકિંગ વધુ સરળ બની ગયું છે.

flight

હવે તમારે ટિકિટ બુક કરવા માટે બીજા કોઈની પાસે જવાની જરૂર નથી, હવે તમે તમારા મિત્રો અને પરિવાર સાથે વાત કરીને તમારી મુસાફરીની યોજના બનાવી શકો છો, તમારે ફ્લાઈટની ટિકિટ બુક કરવી છે, બોર્ડિંગ પાસ બનાવવો છે, ચેક-ઈન કરવું છે કે ફ્લાઇટનું સ્ટેટસ જાણવું છે અથવા મુસાફરી સાથે સંબંધિત કોઈપણ પ્રશ્ન અને જવાબ જાણવા માગો છો, તો તમે ઘરે બેઠા બેઠા તમારા WhatsApp પર આ બધી માહિતી મેળવી શકશો.

plane.jpg

વાત એમ છે કે IndiGo એ તેનું નવું AI બુકિંગ આસિસ્ટન્ટ 6Eskai WhatsApp પર લોન્ચ કર્યું છે. એટલે કે હવે તમે મિત્રો સાથે ચેટ કરતી વખતે તમારી ટ્રિપ પ્લાન કરી શકો છો. ઈન્ડિગોનો આ 6Eskai AI આસિસ્ટન્ટ કોઈ સામાન્ય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફીચર નથી. આ AI આસિસ્ટન્ટ ફીચર ગૂગલના પાર્ટનર Riafy દ્વારા બનાવવામાં આવેલ ખૂબ જ ખાસ AI પ્લેટફોર્મ પર કામ કરે છે જે તમારી ટિકિટ બુકિંગ પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવે છે.

install now thumbnail VTV

તે યુઝરની લાગણીઓને પણ સમજે છે અને તેમને એ જ રીતની ડીલ્સ ઓફર કરે છે. 6Eskai બધું સરળતાથી ઠીક કરી શકે છે. જો તમે ટિકિટ બુક કરાવવા માંગતા હો, તો તમને અહીં ડિસ્કાઉન્ટ અથવા ઓનલાઈન ચેક-ઈનની સુવિધા પણ મળે છે. જો તમે તમારી સીટ સેવ કરવા માંગતા હોવ, ટ્રિપ પ્લાન કરવા માંગતા હોવ અથવા કોઈ પ્રશ્ન હોય તો તમે સીધો જ પૂછી શકો છો. અહીંથી તમને એજન્ટ સાથે કનેક્ટ થવાની સુવિધા પણ આપવામાં આવે છે, જે યુઝર્સનું કામ વધુ સરળ બનાવે છે.

વધુ વાંચો: મોબાઈલમાં આટલા સેટિંગ કરી દો ચેન્જ, દાદા-દાદી પણ આસાનીથી વાપરી શકશે સ્માર્ટફોન

6EsKai ને સૌથી ખાસ બનાવે છે તે તેની લેંગ્વેજ મોડેલ ટેકનોલોજી. ખાસ વાત એ છે કે 6Eskai એ ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેમ કે તમે હિન્દી, અંગ્રેજી અથવા તમિલમાં વાત કરી શકો છો, તેનો ઉપયોગ કરવા માટે ફક્ત +91 7065145858 પર WhatsApp મેસેજ મોકલવાનો રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

IndiGo 6Eskai Book tickets on WhatsApp
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ