બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:48 AM, 15 June 2024
હવે ગાયો રાખનાર ખેડૂત તેની એક ગાય દિઠ મહિને 1500 રૂપિયા જેટલી કમાણી માત્ર ગૌ મુત્ર વેચીને કરી શકશે..આમ તેને ગાયના દૂધની કમાણી તો થશે જ સાથે ગૌ મુત્રની કમાણી પણ થશે. કારણ કે ગૌ મુત્રની ખરીદી કરતી વિશ્વની સૌ પ્રથમ ડેરી ગુજરાતના બનાસકાંઠામાં આવેલા ભાભરમાં સ્થપાઇ છે.. આ ડેરીએ ખેડૂતો અને પશુપાલકો પાસેથી લિટર દિઠ રૂપિયા 5ના ભાવે ગૌ મુત્ર ખરીદવાનું શરૂ પણ કરી દીધું છે.
ADVERTISEMENT
એક ગાય રોજના 16 થી 17 લિટર મુત્ર આપે છે
ડેરી દ્વારા દેશી ગાયનું ગૌ મુત્ર ખરીદવામાં આવી રહ્યુ છે.. એક ગાય રોજના 16 થી 17 લિટર મુત્ર આપતી હોય છે.. ખેડૂત માટે તમામ ગૌમુત્ર એકત્ર કરવું તો બહુ મુશ્કેલ છે.. પરંતુ થોડુંક ધ્યાન આપીને તે ઓછામાં ઓછું 10 લિટર ગૌ મુત્ર તો એકઠુ કરી જ શકે છે. બાદમાં ડેરીવાળા આવીને આ ગૌ મુત્ર પ્રતિ લિટર રૂપિયા 5ના ભાવે લઇ જાય છે. આમ જે ખેડૂત પાસે ઓછામાં ઓછી એક ગાય પણ હોય તો તે ગૌ મુત્ર વેચીને મહિને 1500 રૂપિયા કમાઇ શકે છે.
ADVERTISEMENT
700 જેટલા પશુપાલકો ડેરીને ગૌમુત્ર પુરુ પાડે છે
હાલ ભાભરના લગભગ 700 જેટલા પશુપાલકો ડેરીને ગૌમુત્ર પુરુ પાડે છે. આનાથી ખેડૂતોને મોટો ફાયદો એ થઇ રહ્યો છે કે તેમને ગાયોનો ઉછેર કરવો પરવડી રહ્યો છે..
આ પણ વાંચોઃ વિદેશમાં બિઝનેસનું સેટિંગ પાડવા લેભાગુ એજન્ટે યુવક સાથે કર્યો 22 લાખમાં સોદો, SOGએ દબોચ્યો
ગૌમુત્રનો ઉપયોગ
ગૌમુત્રનો ઉપયોગ જંતુનાશક દવાઓ બનાવવા માટે થતો હોય છે.. ગૌ મુત્રની સાથે દરિયાઇ શેવાળની મદદથી જમીનને પોચી બનાવવાની દવા પણ બનાવવામાં આવે છે. આમ જમીનને તેનું પોચાપણુ પાછુ મળે છે.. બીજ અંકુરિત થયા પછી તેના પર ગૌ મુત્રથી બનેલી દવાઓનો છંટકાવ કરવાથી ઉપજમાં વધારો થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Petrol Diesel Price / પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે રાહત, યથાવત કે વધારો? પૂરાવતા પહેલા જાણી લો આજના રેટ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.