બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EPFOના કરોડો સભ્યો માટે સારા સમાચાર, લાંબી પ્રોસેસથી છૂટકારો, મિનિટોમાં થશે મહત્વપૂર્ણ કામ
Last Updated: 10:58 PM, 18 January 2025
EPFOના 7.6 કરોડથી વધુ સભ્યો હવે નોકરીદાતા પાસેથી કોઈપણ ચકાસણી અથવા EPFO પાસેથી મંજૂરી લીધા વિના નામ અને જન્મ તારીખ જેવી વ્યક્તિગત વિગતો ઓનલાઈન બદલી શકે છે. આ સુવિધા શનિવારે શરૂ થઈ. આ સિવાય, EPFOના e-KYC EPF ખાતાવાળા કર્મચારીઓ નોકરીદાતાઓના હસ્તક્ષેપ વિના OTPના માધ્યમે EPF ટ્રાન્સફર દાવાઓ ફાઇલ કરી શકે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાએ શનિવારે બે નવી સેવાની શરૂઆત કરી.
ADVERTISEMENT
પ્રોફાઇલમાં સામાન્ય ભૂલોને જાતે સુધારવા મળશે સુવિધા
ADVERTISEMENT
મંત્રીએ કહ્યું કે સભ્યો તરફથી નોંધેલી લગભગ 27% ફરિયાદ પ્રોફાઇલ અને KYC થી જોડાયેલી હોય છે. આ સુવિધા શરૂ થયા બાદ આવી ફરિયાદની સંખ્યામાં ખામી આવશે. મંત્રીએ કહ્યું કે, EPFOએ EPFO પોર્ટલ પર જોઈન્ટ ડેક્લેરેશનની પ્રોસેસ પણ સરળ બનાવી છે. આ કર્મચારીઓના નામ, જન્મતારીખ, લિંગ, રાષ્ટ્રીયતા, પિતા/માતાનું નામ અને EPFOથી જોડાવા અને છોડવાની તારીખ જેવી માહિતીમાં ભૂલોને જાતે સુધારવા મળી ગઈ છે.
કોને મળશે સુવિધાનો લાભ
આ સુવિધા એવા સભ્યો માટે છે જેમના UAN 1 ઓક્ટોબર, 2017 પછી જારી કરવામાં આવ્યા હતા. મંત્રીએ કહ્યું કે આવા મામલામાં કોઈ સહાયક દસ્તાવેજોની જરૂર નથી. જો UAN 1 ઓક્ટોબર, 2017 પહેલા જારી કરવામાં આવ્યું હોય, તો નોકરીદાતા EPFO ની મંજૂરી વિના વિગતો સુધારી શકે છે. આવા કેસો માટે સહાયક દસ્તાવેજોની જરૂરીયાત પણ હળવી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ફક્ત એવા કિસ્સામાં જ્યાં UAN આધાર સાથે લિંક ન હોય, ત્યાં કોઈપણ સુધારા માટે નોકરીદાતા પાસે શારીરિક રીતે હાજર રહેવું પડશે. આવા કિસ્સાઓમાં, નોકરીદાતા દ્વારા ચકાસણી કર્યા પછી, તેને મંજૂરી માટે EPFO ને પણ મોકલવું પડશે.
નવા નિયમોથી નોકરીદાતાઓના 3.9 લાખ પેન્ડિંગ કેસોને પણ ફાયદો થશે.
EPFO અનુસાર નવા નિયમોથી નોકરીદાતાઓના 3.9 લાખ પેન્ડિંગ કેસોને પણ ફાયદો થશે. આ સાથે જ EPF ખાતામાં હસ્તક્ષેપ માટે અરજીની પ્રોસેસ સરળ બનાવવામાં આવી છે. મંત્રીએ કહ્યું છે કે EPFOના e-KYC EPF ખાતાવાળા કર્મચારીઓ નોકરીદાતાઓના હસ્તક્ષેપ વિના OTP ના માધ્યમે EPF ટ્રાન્સફર દાવાઓ ફાઇલ કરી શકે છે.
જો નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન દાખલ કરેલા દાવાઓની સંખ્યા પર વિચાર કરવામાં આવે તો 94%થી વધારે દાવા તરત EPFO સુધી પહોંચી જશે. આનાથી દાવાની પ્રોસેસિંગનો સમય ઘણો ઘટી જશે કારણ કે આમ નોકરીદાતાની મજૂરીની જરૂર નથી હોતી. જો કોઈ સભ્યએ પહેલાથી જ પોતાનો ટ્રાન્સફર દાવો દાખલ કર્યો હોય, જે નોકરીદાતા પાસે પેન્ડિંગ હોય, તો સભ્ય પહેલાથી જ ફાઇલ કરેલી વિનંતીને કાઢી નાખી શકે છે અને સીધો EPFO ને દાવો સબમિટ કરી શકે છે. નવા નિયમોથી સભ્યોની ફરિયાદોમાં પણ ઘટાડો આવશે સાથે જ ફરિયાદોને નકારવાની સંખ્યામાં પણ ઘટાડો થશે.
વધુ વાંચો: બે બાળકો હોય તો મમ્મી-પપ્પાને વધારે વહાલું કોણ? રિસર્ચમાં સચોટ ખુલાસો
મંત્રી બોલ્યા-સુવિધાને વધારવા સરકારનું જોર
આંકડા અનુસાર છેલ્લા નવ મહિના દરમિયાન, લગભગ 20 લાખ દાવા નોકરીકરતા પાસે 15 દિવસોથી વધારે સમય સુધી પેન્ડિંગ રહ્યા. મંત્રીએ એ પણ કહ્યું કે મંત્રાલય EPFO તરફથી વધુ સેવાઓની ડિલિવરીમાં સુધારો લાવવા માટે ઘણી પહેલ કરી રહ્યું છે અને આનુ લક્ષ્ય આને બેન્કિંગ પ્રણાલીના સ્તરનું બનાવવાનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.