વિદેશી યાત્રીઓ માટે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા ટર્મિનલ 3ના પાછળની તરફના મલ્ટી લેવલ કાર પાર્કિંગ એરિયામાં કરાઈ છે. આ વ્યવસ્થા દેશમાં બહારથી આવનારા યાત્રીઓ માટે છે. કોરોના ટેસ્ટ માટે દિલ્હી એરપોર્ટે રાજ્ય સરકાર અને રાજધાનીની પ્રયોગ શાળા જેનેસ્ટ્રિંગ ડાયગ્નોસ્ટિક સેન્ટર સાથે કરાર કર્યો છે.
એરપોર્ટ પર કોરોના ટેસ્ટ માટે લેવાશે આટલી ફી
દિલ્હી એરપોર્ટ પર વિદેશી યાત્રીઓ 5000 રૂપિયામાં કોરોના ટેસ્ટ કરાવી શકે છે. તેમાં વેટિંગ રૂમ ચાર્જ પણ સામેલ છે. રિપોર્ટ આવવામાં લગભગ 6 કલાકનો સમય લાગે છે. આ સમય સુધીમાં યાત્રી કોઈ હોટલમાં કે પછી વેટિંગ રૂમમાં રોકાઈ શકે છે. આ પહેલાં 2 ઓગસ્ટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે જો યાત્રાના 96 કલાક પહેલાં આરટી-પીસીઆરમાં કોઈ વિદેશી યાત્રી કોરોના નેગેટિવ રિપોર્ટ રાખે છે તો પણ તેને ક્વોરન્ટાઈનમાં રખાશે.