બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / Now consider this good or bad? Tourism is booming in Gujarat more than other states due to the epidemic
Nirav
Last Updated: 05:33 PM, 2 December 2020
ADVERTISEMENT
પરંતુ કમનસીબે કોરોના ની બીજી લહેર શરૂ થઇ ગઈ, જેના કારણે ગુજરાત નાં મહાનગરોમાં નાઇટ કરફ્યુ લાગી ગયો, જે આજે પણ યથાવત્ છે, જયારે અન્ય રાજ્યની બોર્ડર પર કોરોનાના ટેસ્ટ વગર એન્ટ્રી આપવાનું બંધ કરાયું છે. અન્ય રાજ્યમાં ગુજરાત કરતાં વધુ કડક કાયદાનું પાલન કરાવાઈ રહ્યું છે, માટે ફરવાના શોખીનો માટે ફરી ઘરમાં બેસવાનો વારો આવ્યો છે.
ADVERTISEMENT
ગુજરાતીઓએ વિકલ્પ શોધી કાઢ્યો
પરંતુ ફરવાના શોખીન ગુજરાતીઓએ વિકલ્પ શોધી કાઢ્યો છે, વીકએન્ડમાં પોતાનું વાહન લઈ ગુજરાત નાં જ પ્રવાસન સ્થળોએ ફરવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે કોરોના કાળની મંદીની પરિસ્થિતિનો સામનો કરી રહેલું ગુજરાત ટૂરિઝમ ફરી પ્રવાસીઓથી ધમધમી ઊઠ્યું છે
રાજ્ય સરકાર દ્વારા દિલ્હી, રાજસ્થાન, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રથી આવતા-જતા લોકો માટે કોવિડ-૧૯નો નેગેટિવ રિપોર્ટ દેખાડવાનું ફરિજયાત કરાયું છે, જેના કારણે મુસાફરોમાં હવે કોરોનાનો ડર પેસી ગયો છે. ગુજરાત થી નીકળતા સમયે નેગેટિવ રિપોર્ટ બતાવવો અનિવાર્ય છે અને બીજા રાજ્યથી ગુજરાત પરત ફરતા સમયે પણ નેગેટિવ રિપોર્ટ બતાવવો અનિવાર્ય છે.
બીજા રાજ્યોમાં સમસ્યા, તો ગુજરાતીઓએ પૈસા ગુજરાતમાં જ ખર્ચ્યા
જો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તો બીજા રાજ્યમાં પોતાના ખર્ચે ૧૪ દિવસ ક્વોરન્ટાઇન થયા બાદ ગુજરાત માં પ્રવેશ આપવામાં આવશે. તેથી લોકોએ હવે આવી ઝંઝટમાં પાડવાના બદલે ગીર-સોમનાથ, કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત - અંબાજી વગેરે સ્થળોએ ફરવાનું શરૂ કરી દીધું છે.
ગુજરાત ના લોકો હવે રાજ્ય બહાર ફરવા જવાના બદલે ગુજરાતમાં જ ર થી ૩ દિવસની નાની ટ્રીપ કરી રહ્યા છે. આ ઉપરાંત ટ્રાવેલ એજન્ટ પણ ગુજરાત ના સૌરાષ્ટ્ર, કચ્છ રણોત્સવ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવી જગ્યાઓનાં પેકેજ બનાવી રહ્યા છે, કારણ કે ત્યાંની ઇન્ક્વાઇરી વધુ આવી રહી છે.
દરમિયાન ૩૦ નવેમ્બર દેવદિવાળી નિમિત્તે અંબાજી મંદિર ખુલ્લું મૂકતાં ભક્તો દર્શનાર્થે ઊમટી પડ્યા છે. ગઈ કાલથી અક્ષરધામ મંદિર પણ ખુલ્લું મૂકતાં લોકો દૂર અને નજીકના વિકલ્પ પસંદ કરી વીકએન્ડની મજા માણી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.