Now Businesses With An Annual Turnover Of Upto Rs 40 Lakh Are GST Exempt And Doubled Taxpayer Base
સુવિધા /
મોદી સરકારે વેપારીઓને આપી મોટી રાહત, હવે આટલી આવક પર મળશે GSTમાં છૂટ
Team VTV02:24 PM, 24 Aug 20
| Updated: 03:18 PM, 24 Aug 20
કેન્દ્ર સરકારે જીએસટીને લઈને કરદાતાઓને મોટી રાહત આપી છે. નાણાં મંત્રાલયે વેપારીઓને આપવામાં આવતી જીએસટી છૂટને બમણી કરી દીધી છે. જે હેઠળ હવે વાર્ષિક 40 લાખ રૂપિયા સુધીની આવક કરનારા વેપારીઓને જીએસટીમાંથી મુક્તિ મળશે. જ્યારે અગાઉ આ મર્યાદા 20 લાખ રૂપિયા હતી. એટલું જ નહીં, જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર 15 કરોડ રૂપિયા સુધી છે, તેઓ કમ્પોઝિશન સ્કીમનો વિકલ્પ પસંદ કરી શકે છે. તેઓએ માત્ર એક ટકાના દરે ટેક્સ ભરવો પડશે.
વેપારીઓ માટે સારાં સમાચાર
મોદી સરકારે વેપારીઓને આપી રાહત
હવે 40 લાખ સુધીની આવક પર જીએસટીમાં મળશે છૂટ
નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, જીએસટી લાગુ થયા પછી કરદાતાઓનો બેસ લગભગ બમણો થઈ ગયો છે. જ્યારે જીએસટી અમલમાં આવ્યું તે સમયે જીએસટી દ્વારા આવરી લેવામાં આવેલી એસેસીઝની સંખ્યા લગભગ 65 લાખ હતી, જે હવે વધીને 1.24 કરોડથી વધુ થઈ ગઈ છે. તેમજ જીએસટીમાં બધી પ્રક્રિયાઓ સંપૂર્ણ સ્વચાલિત છે.
પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલીની પ્રથમ પુણ્યતિથિ પર નાણાં મંત્રાલયે કહ્યું કે, જીએસટી પહેલાં વેલ્યુ-એડિશનલ ટેક્સ (વેટ), એક્સાઈઝ અને સેલ્સ ટેક્સ ભરવો પડતો હતો. આનાથી સામૂહિક ધોરણે ટેક્સનો દર 31 ટકા સુધી પહોંચી જતો હતો. મંત્રાલયે કહ્યું, 'હવે વ્યાપકપણે માનવામાં આવે છે કે, જીએસટી ગ્રાહકો અને કરદાતાઓ બંને માટે અનુકૂળ છે. જીએસટી પૂર્વે લોકો ઊંચા દરના કારણે ટેક્સ ભરવા માટે પ્રોત્સાહિત થતા હતા. પરંતુ જીએસટી હેઠળ નીચા દરોએ ટેક્સનું પાલન વધ્યું છે.
The taxpayer base has almost doubled since the rollout of GST. The numbers of assessee covered by the GST at the time of its inception were about 65 lakh. Now the assessee base exceeds 1.24 crore. All processes in GST have been fully automated: Ministry of Finance https://t.co/D1eMJoN9Oq
જીએસટીમાં 17 સ્થાનિક ચાર્જ છે. દેશમાં 1 જુલાઈ, 2017ના રોજ જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં અરુણ જેટલી નાણાં પ્રધાન હતા. મંત્રાલયે ટ્વીટ કર્યું, આજે આપણે અરુણ જેટલીને યાદ કરી રહ્યા છીએ. જીએસટીના અમલીકરણમાં તેમનો મહત્ત્વનો ભાગ હતો. તે ઈતિહાસમાં ભારતીય કરવેરાના સૌથી મૂળભૂત ઐતિહાસિક સુધારણા તરીકે ગણાશે.
મંત્રાલયે કહ્યું કે,લોકો જે દરે ટેક્સ ચૂકવતા હતા, જીએસટી વ્યવસ્થામાં તેમાં ઘટાડો થયો છે. રેવન્યુ ન્યૂટ્રલ રેટ (આરએનઆર) સમિતિના જણાવ્યા અનુસાર મહેસૂલ તટસ્થ દર 15.3 ટકા છે. જ્યારે રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, જીએસટીનો વેટ રેટ દર માત્ર 11.6 ટકા છે.