બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ટેનિસનો બાદશાહ! નોવાક જોકોવિચની સેમી ફાઈનલમાં એન્ટ્રી, 25મું ગ્રાન્ડ સ્લેમ હાથવેંતમાં

Australian Open 2025 / ટેનિસનો બાદશાહ! નોવાક જોકોવિચની સેમી ફાઈનલમાં એન્ટ્રી, 25મું ગ્રાન્ડ સ્લેમ હાથવેંતમાં

Last Updated: 08:11 PM, 21 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે વધુ એક વાર 'કમાલની રમત' દેખાડી છે.

દસ વખતનો ચેમ્પિયન નોવાક જોકોવિચ ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં ખિતાબની નજીક પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2025ની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં નોવાક જોકોવિચે સ્પેનના કાર્લોસ અલ્કારાજને હરાવીને સેમી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. સેમી ફાઈનલ 24મી જાન્યુઆરીએ યોજાશે જેમાં તેનો સામનો જર્મનીના લેક્ઝાન્ડર ઝવેરેવ સાથે થશે.

કેવી રીતે મેળવી જીત

આ મેચનો પહેલો સેટ કાર્લોસ અલ્કારાજના નામે હતો. તેણે આ સેટ 6-4થી જીત્યો હતો. આ સેટમાં એક સમયે નોવાક જોકોવિચ 4-3થી આગળ હતો, પરંતુ આ પછી કાર્લોસ અલ્કારાઝે જોરદાર રમત બતાવી અને સેટ જીતી લીધો. આ પછી મેચમાં નોવાક જોકોવિચનું જોરદાર કમબેક જોવા મળ્યું હતું. નોવાક જોકોવિચે બીજો સેટ 6-4થી જીત્યો હતો. આ સાથે જ નોવાક જોકોવિચે ત્રીજો સેટ 6-3થી જીતીને મેચમાં 2-1ની લીડ મેળવી હતી. આ પછી તેણે ચોથા સેટમાં કાર્લોસ અલ્કારાઝને 6-4થી હરાવ્યો અને મેચ 3-1થી જીતી લીધી.

નોવાક જોકોવિચ ઇતિહાસ રચવાની નજીક

નોવાક જોકોવિચે અત્યાર સુધીમાં 24 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે અને ફાઈનલ જીતવાની સાથે જ તે 25મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતી લેશે. નોવાક જોકોવિચ અને કાર્લોસ અલ્કારાઝ વચ્ચે આ 8મી ટક્કર હતી. જોકોવિચ 5મી વખત કાર્લોસ અલ્કારાઝને હરાવવામાં સફળ રહ્યો હતો. તે જ સમયે, કાર્લોસ અલ્કારાઝે નોવાક જોકોવિચને અત્યાર સુધી માત્ર 3 વખત હરાવ્યો છે. એટલે કે નોવાક જોકોવિચે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Novak Djokovic Carlos Alcaraz Australian Open 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ