Team VTV11:54 AM, 03 Feb 20
| Updated: 02:36 PM, 03 Feb 20
ટેનિસ પ્લેયર નોવાક જોકોવિકે આઠમી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતી લીધુ છે. વર્લ્ડ નંબર-1 નોવાક જોકોવિચે રવિવારે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં ઓસ્ટ્રિયાની ડોમિનિક થીમને હરાવી આઠમી વખત વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.
નોવાક જોકોવિકે ફાઈનલમાં ડોમિનિક થીમને હરાવ્યું
જોકોવિકનો આ આઠમો ઓસ્ટ્રેલિયન ઓપન ખિતાબ છે
જોકોવિક 2011થી 2013 સુધી સતત ત્રણ વખત આ ખિતાબ જીતી ચૂક્યો છે
આ જોકોવિકનું આઠમુ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ છે, જેમાં તેણે સૌથી વધુ વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ અગાઉ તેણે 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019માં આ ખિતાબ જીત્યો હતો.
Always a tough ask to speak after a loss but brilliantly done @ThiemDomi.
જોકોવિક 2011થી 2013 સુધી સતત ત્રણ વખત આ ખિતાબ જીતી ચૂક્યો છે
જોકોવિક 2011થી 2013 સુધી સતત ત્રણ વખત આ ખિતાબ જીતી ચૂક્યો છે અને ઓપન એરાની દ્રષ્ટિએ તે એક રેકોર્ડ છે. 32 વર્ષીય જોકોવિકના કરિયરનો આ 17મો એકલ ગ્રેન્ડ સ્લેમ ખિતાબ છે. જ્યારે થીમનું આ ત્રીજો ગ્રેન્ડ સ્લેમ ફાઇનલ હતું અને ત્રણેયમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. તે અગાઉ 2018 અને 2019માં ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો અને બંને વખત રનર્સ અપથી સંતોષ માનવો પડ્યો હતો.