બ્રેકિંગ ન્યુઝ
ParthB
Last Updated: 08:01 AM, 15 January 2022
ADVERTISEMENT
Australian Immigration Minister cancels Novak Djokovic's visa "in public interest"
— ANI (@ANI) January 14, 2022
(File Pic) pic.twitter.com/Y0WR8aMTJA
ADVERTISEMENT
જોકોવિચની ઓસ્ટ્રેલિયામાં બીજી વખત અટકાયત કરાઈ
સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચની ઓસ્ટ્રેલિયામાં બીજી વખત અટકાયત કરવામાં આવી છે.જોકોવિચના વકીલે આ માહિતી આપી હતી. જોકોવિચની ઓસ્ટ્રેલિયામાં કોર્ટની સુનાવણી પહેલા અટકાયત કરવામાં આવી છે. કોર્ટના આદેશમાં નક્કી કરવામાં આવશે કે જોકોવિચ કોરોના રસીકરણ વિના ઓસ્ટ્રેલિયામાં રહી શકે છે કે નહીં.
જોકોવિચના વકીલે સરકારના નિર્ણયને તર્કહિન ગણાવતા કોર્ટમાં અપીલ કરી
આ અગાઉ ઓસ્ટ્રેલિયન સરકારે બીજી વખત પોતાના વિઝા રદ્દ કર્યા હતાં. અને જો રસીકરણ ન થાય તો લોકો માટે ખતરો ગણાવ્યો હતો. બીજી તરફ જોકોવિચના વકીલે સરકારના નિર્ણયને તર્કહિન ગણાવતા કોર્ટમાં અપીલ કરી છે.
જોકોવિચને હવે દેશનિકાલ કરવાનો સામનો કરવો પડી શકે છે
ઉલ્લેખનીય છે કે, જોકોવિચ સોમવારે ઓસ્ટ્રેલિયા ઓપનમાં ભાગ લેવાનો છે. જોકોવિચ 10મી વખત ટુર્નામેન્ટ જીતશે તો આવું કરવા માટેનો પ્રથમ ટેનિસ ખેલાડી બની જશે. પરંતુ તેની અપીલ પર રવિવારની સુનાવણી નિર્ણાયક છે. જે સાબિત કરે છે કે, તે ઓસ્ટ્રેલિયામાં રહી શકશે. જો તે કોર્ટમાં હારી જાય તો ટેનિસ નંબર વન જોકોવિચના વિઝા રદ્દ થઈ શકે છે. અને તેને ત્રણ વર્ષ માટે દેશનિકાલ કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.