Notification regarding entry of heavy vehicles in the city by Ahmedabad Police Commissioner
વાહન-વ્યવહાર /
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ભારે વાહનોના પ્રવેશને લઈ જાહેરનામું
Team VTV09:10 PM, 06 Feb 21
| Updated: 09:32 PM, 06 Feb 21
શહેરમાં RTOના કોઈ કામકાજ માટે પ્રવેશ છૂટછાટ અપાઈ છે. જે વાહન ચાલક જાહેરનામાનો ભંગ કરશે.તેમના વિરુદ્ધ 188ની કાર્યવાહી કરાશે
અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું
ભારે વાહનોના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ
સવારે 8થી રાત્રે 11 વાગ્યા સુધી પ્રવેશ પર પ્રતિબંધ
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારે વાહોનાના પ્રતિબંધને લઈ આ જાહેરનામું છે. જેમાં સવારે 8થી 11 વાગ્યા સુધીમાં ભારે વાહનોને પ્રતિબંધ કરી દેવાયા છે. જાહેરનામામાં ટ્રોલી સાથે ટ્રેક્ટરને પણ મનાઈ ફરમાવી છે. જો કે, શહેરમાં RTOના કોઈ કામકાજ માટે પ્રવેશ છૂટછાટ અપાઈ છે. જે વાહન ચાલક જાહેરનામાનો ભંગ કરશે.તેમના વિરુદ્ધ 188ની કાર્યવાહી કરાશે.
બોટાદ જિલ્લામાં અલગ અલગ 6 ચેકપોસ્ટ કાર્યરત કરી દેવાઈ
તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ બોટાદ જિલ્લા પોલીસ સક્રિય બનીછે. બોટાદ જિલ્લામાં અલગ અલગ 6 ચેકપોસ્ટ કાર્યરત કરી દેવાઈ છે. ચેક પોસ્ટ પરથી પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃતિ સામે આવશે તો કાર્યવાહી પણ કરાશે. ચેકિંગ દરમિયાન જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા હાજર રહ્યા હતા.