ગુજરાત પોલીસની પીએસઆઈ અને લોકરક્ષક દળની ભરતી માટે ફિઝિકલ ટેસ્ટ આગામી 3 ડિસેમ્બરથી શરૂ થશે. આ ફિઝિકલ ટેસ્ટ રાજ્યના જુદાજુદા શહેરોમાં 15 ગ્રાઉન્ડમાં યોજાવાની છે. જેમાં વહેલી સવારથી ગ્રાઉન્ડમાં ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે. જેથી ઉમેદવારો ખાસ કરીને સમયનું ધ્યાન રાખવું પડશે.
કોલલેટરમાં આપેલા સમય પ્રમાણે આવવાનું રહેશે
ઉમેદવારોનો રિપોરિંગ ટાઈમ તેમના કોલલેટરમાં જે આપવામાં આવ્યો છે. તે મુજબ તેમણે ગ્રાઉન્ડ પર તે સમયે હાજર રહેવું પડશે. બીજુ કે જે પણ ઉમેદવાર કોલલેટરમાં આપેલા સમય કરતા મોડો આવશે તેને છેલ્લી બેચમાં દોડાવામાં આવશે. જેથી જે શહેરમાં ઉમેદવારનો નંબર આવ્યો હશે તે શહેરમાં ઉમેદવાર આગલા દિવસે રાતે પહોચી જાય તે તેના માટે વધું સારુ રહેશે.
રિપોર્ટિંગ ટાઈમ પ્રમાણે ઉમેદવારને મેદાનમાં પ્રવેશ આપવામાં આવશે. 6 વાગ્યાના રિપોર્ટિંગ ટાઈમ વાળા ઉમેદવારને 7 વાગ્યાના ટાઈમ વાળા ઉમેદવારથી પહેલા પ્રવેશ આપવામાં આવશે. પરંતુ 7 વાગ્યાના ઉમેદવારોનો પ્રવેશ શરૂ થયા બાદ આવનાર છ વાગ્યાના ઉમેદવારને છેલ્લી બેચમાં દોડાવવામાં આવશે#LRD_ભરતી
આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા ઉમેદવારોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ મામલે લોકરક્ષક દળની ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારાજ ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે. દરેક ઉમેદવારોને રિપોર્ટિંગ ટાઈમ પ્રમાણે મેદાનમાં પ્રવેશ આપવામાં આવશે. જેથી જે ઉમેદવારનો રિપોર્ટિંગ ટાઈમ 9 વાગ્યાનો હોય તેણે 9 વાગ્યેજ હાજર રહેવું પડશે.
નીચેના ૧૫ મેદાન પર ભરતીની શારીરીક કસોટી તા 3/12/21થી 29/01/22 સુધી થશે. કસોટી સવારે હોવાથી ઉમેદવાર આગલી રાત્રે જે તે શહેરમાં પહોંચશે જિલ્લાના પોલીસ અધિકારી મદદરૂપ થવાના ઉમદા હેતુથી રહેવાની વ્યવસ્થા કરવા પ્રયાસ કરી રહ્યાછે. સ્વૈચ્છિક સંસ્થાઓને તેમાં જોડાવા વિનંતી#LRD_ભરતીpic.twitter.com/we8nxHvnGK
ઉમેદવાર મોડો પડ્યો તો છેલ્લી બેંચમાં દોડાવામાં આવશે
જે પણ ઉમેદવાર તેના કોલલેટરમાં આપેલા સમય કરતા મોડો પડશે તો તેને પછી છેલ્લી બેંચમાં દોડાવામાં આવશે. આપને જણાવી દઈએ કે 3 ડિસેમ્બરથી લઈને 29 ડિસેમ્બર સુધી આ પીએસઆઈ અને લોકરક્ષક દળની ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. જેમા પુરુષ અને મહિલા ઉમેદવાર માટે અલગ અલગ ગ્રાઉન્ડ રાખવામાં આવ્યા છે. પુરુષ ઉમેદવારો માટે કુલ 12 ગ્રાઉન્ડ રાખવામાં આવ્યા છે. જ્યારે મહિલા ઉમેદવાર માટે કુલ 3 ગ્રાઉન્ડ રાખવામાં આવ્યા છે.
ઉમેદવારો મદદ માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે જે ઉમેદાવારોને સવારે વહેલા પહોચવાનું હશે તે લોકોએ આગલા દિવસે રાતેજ જે તે શહેરમાં પહોચવું પડશે. જેથી ઉમેદવારોની મદદ માટે પોલીસ દ્વારા પણ પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.