Notice to former MLAs of Gujarat to vacate government house
મોહ /
નેતાજીને ઘર ખાલી કરવું નથી: પૂર્વ ધારાસભ્યોએ ખાલી નથી કર્યા આવાસ, જુઓ આખું લિસ્ટ
Team VTV03:17 PM, 04 Feb 23
| Updated: 07:23 PM, 13 Feb 23
ગુજરાત સરકારના 16 પૂર્વ ધારાસભ્યો સદસ્ય નિવાસમાં અડિંગ જમાવીને બેઠા છે. તેઓને સરકારી આવાસ ખાલી કરવામાં માટે નોટિસ ફટકારવામાં આવી છે.
પૂર્વ ધારાસભ્યો ખાલી નથી કરતા આવાસ
અનેક પૂર્વ ધારાસભ્ય આવાસ ખાલી નથી કરતા
આવાસ ખાલી કરવા પૂર્વ ધારાસભ્યોને નોટિસ
ગુજરાતના પૂર્વ ધારાસભ્યોએ સદસ્ય નિવાસમાં અડિંગો જમાવ્યો છે. કેટલાક પૂર્વ ધારાસભ્યો આવાસ ખાલી કરવામાં ગલ્લાતલ્લા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં બજેટ સત્ર દરમિયાન ચાલુ ધારાસભ્યોને અન્ય સ્થળે મકાન શોધવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ પૂર્વ ધારાસભ્યોને મકાન ખાલી કરવા નોટિસ પણ ફટકારવામાં આવી છે.
પદ ગયું પણ મોહ હજું છૂટતો નથી
આ પૂર્વ ધારાસભ્યોએ નિયમ પ્રમાણે સામેથી જ આવાસ ખાલી કરી દેવાના હોય છે. જોકે, પદ ગુમાવ્યા બાદ પણ આ ધારાસભ્યોનો સરકારી ઘરનો મોહ છૂટતો નથી. જૂના પૂર્વ જોગીઓ આવાસ ખાલી કરવાના મૂડમાં નથી. આ 16 માજી ધારાસભ્યો સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યા છે.
સરકારી આવાસ ખાલી કરવા નોટિસ
આશ્ચર્યજનક વાત તો એ છે કે આમાંથી કેટલાક તો એવા છે કે તેમણે તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી જ નથી લડી. ત્યારે હવે આ ધારાસભ્યોને સરકારી આવાસ ખાલી કરવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ માટે તેઓને એક નોટિસ પણ આપવામાં આવી છે.
આ પૂર્વ મંત્રીઓએ ખાલી કરી દીધા હતા બંગલા
મહત્વનું છે કે, સપ્ટેમ્બર 2021માં સીએમ વિજય રૂપાણી સહિત તમામ 22 મંત્રી બદલી નાખવામાં આવ્યા હતા. વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સરકારી બંગલા ખાલી કરી દીધા હતા અને તેની ચાવી માર્ગ મકાન વિભાગને સોંપી હતી.