Notice issued by the Home Ministry, IPS officers must do this work before January 31
નિર્દેશ /
ગૃહ મંત્રાલયે જાહેર કરી સૂચના, IPS અધિકારીઓએ 31 જાન્યુઆરી પહેલા કરવું પડશે આ કામ
Team VTV11:25 PM, 24 Nov 20
| Updated: 11:45 PM, 24 Nov 20
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના તમામ IPS અધિકારીઓ માટે એક સૂચના જાહેર કરી હતી જેના પ્રમાણે તમામ અધિકારીઓ માટે તેમની સ્થાવર મિલકતનું રિટર્ન ભરવા 31 જાન્યુઆરી 2021 પહેલા ભરી દેવાનું ફરજિયાત કર્યું છે.
ગૃહ મંત્રાલયનો નવો આદેશ
IPS અધિકારીઓ માટે જાહેર કરી સૂચના
31 જાન્યુઆરી પહેલા ભરવું પડશે IPR
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 17 નવેમ્બરના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું જે અન્વયે ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસના IPS કેડરના તમામ અધિકારીઓ માટે એક જરૂરી સૂચના બહાર પાડવામાં આવી છે. આ નોટિફિકેશનના અનુસાર તમામ IPS અધિકારીઓએ 31 જાન્યુઆરી 2021 પહેલા તેમનું IPR એટલે કે Immovable property return 31 જાન્યુઆરી 2021 પહેલા ભરી દેવાનું જરૂરી બનાવી દીધું છે, જો કોઈ અધિકારી તેમ કરવામાં નિષ્ફળ જશે તો તેને વિજિલન્સ ક્લીયરન્સ નહીં મળી શકે.
ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન
નોંધનીય છે કે ગૃહ મંત્રાલય એ IPS અધિકારીઓ માટેની મુખ્ય નિયમનકારી સંસ્થા છે, જેના અન્વયે તેમણે આ જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામામાં વધુમાં સૂચના અપાયેલી છે કે IPS અધિકારીઓએ તેમનું આ વર્ષ એટલે કે 31 ડિસેમ્બર 2020 સુધીનું IPR 31 જાન્યુઆરી સુધીમાં ભરી નાખવું ફરજિયાત બનશે, તેમ નહીં કરી શકનાર અધિકારીને વિજિલન્સ ક્લીયરન્સ સર્ટિ મેળવવામાં મુશ્કેલી પડશે.
શું છે સિસ્ટમ ?
જાહેરનામામાં અપાયેલી માહિતી અનુસાર આ વર્ષે આ માહિતી એટલે કે IPR ઓનલાઈન ભરવાનું નક્કી કરાયું છે, જે માટેના મેન્યુઅલ્સ તેની વેબસાઇટ પર પં ઉપલબ્ધ રહેશે, આ સિવાય SPARROW નામની સિસ્ટમમાં અધિકારીઓએ તેમની વિગત ભરીને નોંધણી કરવાની રહેશે, જેનું મેન્યુઅલ ત્યાં અવેલેબલ રહેશે. આ સિવાય અધિકારીએ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ પણ ત્યાંથી જ ઓથેન્ટિકેટ કરી નાખવાનું રહેશે.
શું છે IPR ?
IPR એટલે કે સ્થાવર મિલકતનું રિટર્ન, જે આવકવેરા રિટર્ન જેવુ જ એક રિટર્ન હોય છે પરંતુ આ રિટર્નમાં જે તે અધિકારીઓની માત્ર સ્થાવર મિલકત જેવી કે જમીન, બંગલો, મકાન, પ્લોટ, દુકાન વગેરેનું વિવરણ હોય છે તે જમા કરાવવાનું હોય છે.