બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / nothing phone 1 sell start from today flipkart with great specification and offers
MayurN
Last Updated: 02:19 PM, 30 July 2022
ADVERTISEMENT
આજકાલ સ્માર્ટફોનની દુનિયા ખુબ મોટી થઇ ચુકી છે, ઘણી કંપનીઓ નવા નવા સ્માર્ટફોન લોન્ચ કરી રહ્યું છે. આજકાલ નવી કંપનીઓ પણ માર્કેટમાં પગ મુકવા લાગી છે ત્યારે, જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે Nothing Phone 1 નું વેચાણ ચાલુ થવાનું છે. આજે એટલે કે 30 જુલાઈએ આ સ્માર્ટફોન બપોરે 12 વાગ્યે વેચાણ માટે ઉપલબ્ધ થશે. Nothing બ્રાન્ડનો આ પહેલો સ્માર્ટફોન છે અને શરૂઆતમાં તેને સારો રિસ્પોન્સ મળ્યો છે. OLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ અને Qualcomm Snapdragon 778G+ પ્રોસેસર સાથે આ ફોન લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
ADVERTISEMENT
50MP+50MP કેમેરા
તે 50MP ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. આ ડિવાઇસમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં વાયરલેસ ચાર્જિંગ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. ચાલો જાણીએ તેની કિંમત અને સેલમાં ઉપલબ્ધ ઓફર્સની વધુ વિગતો.
Nothing Phone 1
આ સ્માર્ટફોન ત્રણ કન્ફિગરેશનમાં આવે છે. તેના બેઝ વેરિયન્ટ એટલે કે 8GB RAM + 128GB સ્ટોરેજ મોડલની કિંમત 32,999 રૂપિયા છે. તે જ સમયે, તેના 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 35,999 રૂપિયા છે. 12GB RAM + 256GB સ્ટોરેજ સાથેનું ટોપ વેરિઅન્ટ 38,999 રૂપિયામાં આવે છે. તમે હેન્ડસેટને બ્લેક અને વાઇટ એમ બે કલર ઓપ્શનમાં ખરીદી શકશો. એચડીએફસી બેંકના કાર્ડ પર 2000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Meet Phone (1).
— Nothing (@nothing) July 12, 2022
It's pure instinct. Formed as a machine. Told through beautiful symbols. Deeper interactions. And brave simplicity.
Discover more about the Glyph Interface and Nothing OS at https://t.co/WAZe9Avh0J pic.twitter.com/3OHNM5TxZh
Nothing Phone 1 સ્પેસિફિકેશન્સ
Nothing Phone 1 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 12 પર કામ કરે છે. તેમાં 6.55 ઇંચની ફુલ HD+ OLED ડિસ્પ્લે મળશે, જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. આગળની અને પાછળની બંને બાજુ, તમને ગોરિલા ગ્લાસ પ્રોટેક્શન મળશે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 778G+ પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 12GB સુધી રેમનો વિકલ્પ મળશે. હેન્ડસેટમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે, જેનો મુખ્ય લેન્સ 50MP છે. બીજો લેન્સ પણ 50MPનો છે. ફ્રન્ટમાં કંપનીએ 16MPનો સેલ્ફી કેમેરો આપ્યો છે. Nothing Phone 1માં 256GB સુધીનું સ્ટોરેજ મળે છે. આ ડિવાઇસમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં 15W વાયરલેસ ચાર્જિંગ પણ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.