ગણેશ સ્થાપના વેળાએ જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયેલ નિયમનું પાલન કરવુ જોઈએ. જો પાલન કરવાંમાં આવે તો જ દાદાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
આજથી દેશભરમાં ઘરે ઘરે ગણેશ સ્થાપન કરાશે
ગણેશ સ્થાપના વેળાએ અમલ કરો આ નિયમ
ભગવાનના આશીર્વાદ મેળવવા આ ઉપાયનું પાલન કરવું
આજે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન ગણેશજીના જન્મોત્સવ ગણેશ ચતુર્થીની ધાર્મિક વાતાવરણમા ઉજવણી કરાશે. ગણેશ ચતુર્થીના દિવસે ખાસ વ્રત રાખી પૂજા આરાધના કરવામાં આવે છે. બાપ્પાના ભક્તો પોતાના ઘરે અને સોસાયટીઓમા સ્થાપના પણ કરશે. ગણપતિજીની મૂર્તિનું વિધિ-વિધાન સાથે ખાસ સ્થાપન કરવામાં આવશે. જ્યા રોજ પૂજા આરતી અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામા આવશે.
ત્યારે ખાસ ગણેશ સ્થાપના વેળાએ જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયેલ નિયમનું પાલન કરવુ જોઈએ. જો પાલન કરવાંમાં આવે તો જ દાદાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભગવાન તમારાથી નારાજ પણ થઈ શકે છે. જેથી ગણેશ સ્થાપન વેળાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ભગવાન ગણેશજીના જન્મદિવસ નિમિતે ગણેશ ભગવાનની મૂર્તિનું ઘરે સ્થાપન કરવામાં આવે છે. ત્યારે મૂર્તિ સહે જ પણ ખંડિત ન હોય તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ.
આ ઉપરાંત ભગવાન ગણેશજીની પૂજામાં ભૂલથી પણ કેતકીના ફૂલ કે તુલસીના પણ ન અર્પણ કરવા જોઈએ.
વધુમાં ભગવાનની પૂજા કરતી વેળાએ આવશ્ય સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા વગર ભગવાન ગણેશની પૂજા ન કરવી. પૂજા આગાઉ શરીર અને મનને શુદ્ધ કરવું જોઈએ.સાથે જ બ્રહ્મચર્યનું પાલન કરો.
સાથે જ ગણેશ ચતુર્થીના દિવસે દિવસ દરમિયાન ઊંઘ ન કરવી જોઈએ. આમ કરવાથી ભગવાન કોપાયમાન થાય છે.વધુમાં ઉપવાસમાં માત્ર ફળ જ ખાવા જોઈએ.
તે જ રીતે ગણેશજીની સ્થાપના હોય એટલા દિવસ ભૂલથી પણ લસણ કે ડુંગળીને હાથ અડાવવો જોઈએ નહીં! પૂજા બાદ પણ લસણ અને ડુંગળી ખાવાનું ટાળવું જોઈએ.
ગણેશ ચતુર્થીના દિવસે કરો આ કામ
ગણપતિ બાપ્પાને લાલ રંગ પ્રિય હોવાથી પર લાલ વસ્ત્રો પહેરવા જોઈએ.ભગવાન ગણેશની સ્થાપના ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં કરવી જોઈએ. તથા ગણપતિની પૂજામાં દૂર્વા ઘાસનું ખૂબ મહત્વ હોવાથી પૂજામા દુર્વા ઘાસને સ્થાન આપવું જોઈએ. ઉપરાંત ભગવાન ગણેશની પૂજા અને આરતી સમય દરમિયાન યોગ્ય રીતે કરવી જોઈએ. તેમજ 10 દિવસ સુધી ભગવાનને તમારી મનગમતી વસ્તુ અર્પણ કરવી જોઈએ.