બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Not Virat Kohli but this player of Team India has been nominated for ICC 'Player of the Month', see the list

ક્રિકેટ / વિરાટ કોહલી નહીં પણ ટીમ ઇન્ડિયાનો આ ખેલાડી થયો ICC'પ્લેયર ઓફ ધ મંથ' માટે નોમિનેટ, જુઓ લીસ્ટ

Megha

Last Updated: 06:12 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ઓક્ટોબર મહિના માટે 'પ્લેયર ઓફ ધ મંથ' માટે નોમિનેટ કર્યો છે.

  • આ ત્રણ ખેલાડીઓ ICC'પ્લેયર ઓફ ધ મંથ' માટે નોમિનેટ 
  • ઓક્ટોબર મહિનામાં બુમરાહનું પ્રદર્શન કેવું રહ્યું? 
  • બુમરાહે વર્લ્ડ કપ 2023માં પ્રતિ ઓવર માત્ર 3.91 રન આપ્યા

ODI વર્લ્ડ કપ 2023 હાલમાં દેશમાં ચાલી રહ્યો છે, જ્યાં ટૂર્નામેન્ટની લીગ મેચો તેમના અંતિમ ચરણ સુધી પંહોચી ગઈ છે. અત્યાર સુધીમાં ટુર્નામેન્ટની 2 સેમી ફાઈનલ ટીમો આમને સામને થઈ ચુકી છે. બાકીની 2 જગ્યા માટે 5 ટીમો વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. એવામાં આ દરમિયાન, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મંગળવારે ઓક્ટોબરમાં ક્રિકેટના એક્શનથી ભરપૂર મહિના પછી ICC 'પ્લેયર ઑફ ધ મંથ' એવોર્ડ માટે પસંદ કરાયેલા ખેલાડીઓની યાદી શેર કરી હતી. જેમાં એવોર્ડ માટે ત્રણ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

આ ત્રણ ખેલાડીઓ 'પ્લેયર ઓફ ધ મંથ' માટે નોમિનેટ 
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ઓક્ટોબર મહિના માટે 'પ્લેયર ઓફ ધ મંથ' માટે નોમિનેટ કર્યો છે. તેમના સિવાય ICCએ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના રચિન રવિન્દ્ર અને સાઉથ આફ્રિકાના બેટ્સમેન ક્વિન્ટન ડી કોકને પણ નોમિનેટ કર્યા છે. આ ત્રણેય ખેલાડીઓએ ODI વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે.  

ઓક્ટોબર મહિનામાં બુમરાહનું પ્રદર્શન કેવું રહ્યું? 
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાત કરીએ તો તેણે ગયા મહિને વર્લ્ડ કપમાં ભારત માટે ઘણી સારી બોલિંગ કરી છે. ઈજાના કારણે છેલ્લા એક વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા બુમરાહે આ વર્લ્ડકપમાં ભારતના બોલિંગ આક્રમણને ધાર આપ્યો છે. જો આપણે તેના પ્રદર્શન વિશે વાત કરીએ તો, ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર બુમરાહે ઓક્ટોબર મહિનામાં 14 વિકેટ ઝડપી છે. તેણે વર્લ્ડ કપ 2023માં પ્રતિ ઓવર માત્ર 3.91 રન આપ્યા છે.

ડી કોકે અદ્ભુત પ્રદર્શન કર્યું 
સાઉથ આફ્રિકાના ઓપનિંગ બેટ્સમેન ડી કોકે ઓક્ટોબર મહિનામાં 431 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 શાનદાર સદી ફટકારી હતી. તેણે શ્રીલંકા ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ સામે દક્ષિણ આફ્રિકાની પ્રથમ બે મેચમાં સદી ફટકારી હતી. આ પછી વાનખેડે સ્ટેડિયમમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સામે 174 રનની ઈનિંગ રમી હતી. આ ખેલાડીએ ઓક્ટોબર મહિનામાં 10 કેચ પણ પકડ્યા હતા. નોંધનીય છે કે ડી કોક તેનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહ્યો છે.

આવું રહ્યું રચિન રવિન્દ્રનું પ્રદર્શન 
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના યુવા સેન્સેશન રચિને તેના પ્રથમ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ઓક્ટોબર મહિનામાં 6 મેચમાં 81.20ની એવરેજથી 406 રન બનાવ્યા છે. આ ખેલાડીએ ઇંગ્લેન્ડ સામે વર્લ્ડ કપની પ્રથમ મેચમાં 123 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ પછી રચિને ઘણી હેડલાઈન્સ બનાવી અને પછી ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ સામે 116 રનની બીજી જોરદાર ઈનિંગ રમી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

ICC ODI Cricket World Cup 2023 ICC Player of the Month ICC પ્લેયર ઓફ ધ મંથ Jaspreet Bumrah ODI World Cup 2023 ODI વર્લ્ડ કપ 2023 World Cup 2023 જસપ્રીત બુમરાહ ICC Player of the Month
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ