બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Not Smart 'Cattle City' Ahmedabad, operation of catching stray cattle suspended in Lumpy
Priyakant
Last Updated: 06:47 PM, 6 August 2022
ADVERTISEMENT
અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસને વધતો જાય છે.. અમદાવાદ મહાનગર પાલિકા તંત્રની નબળી કામગીરીના કારણે નાગરિકોને રખડતા ઢોરનો ભોગ બનવું પડી રહ્યું છે. કહેવાતા એવા સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં જાહેર રસ્તા પર જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર નજરે પડી રહ્યા છે. ચોમાસા દરમ્યાન ઢોર ન પકડનાર ઢોર પાર્ટીને હવે પશુઓમાં જોવા મળતો લમ્પી વાયરસનો ડર લાગી રહ્યો છે. જેના કારણે શહેરમાં રખડતા ઢોર પર કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે અને તંત્ર વાયરસના નામે આંખ આડા કાન કરી રહ્યું છે.
ADVERTISEMENT
રખડતાં ઢોરથી અમદાવાદીઓ પરેશાન
અમદાવાદી જ્યારે સવારે ઘરેથી નીકળે ત્યારે એક આશા રાખતો હોય છે કે, શહેરના રોડ રસ્તા પર રખડતા પશુઓનો સામનો ન કરવો પડે પરંતુ તંત્રની નબળી કામગીરીના કારણે હજુ પણ નાગરિકોએ આ રખડતા ઢોરનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. નાગરિકોએ રોષ તંત્ર અને પાશુ પાલકો પર ઠાલવ્યો હતો. રખડતા ઢોર ને કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાકને ગંભીર ઈજાઓ પણ પહોંચે છે પરંતુ તંત્ર ના પેટ નું પાણી નથી હલતું. કહેવાતા સ્માર્ટ સિટીના રોડ ઢોર મુક્ત ક્યારે બનશે તે પણ અમદાવાદીઓનું એક સપનું જ છે.
કેટલા ઢોર પકડવામાં આવ્યા ?
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા છેલ્લા ચાર માસ દરમિયાન સૌથી ઓછા ઢોર પકડવામાં આવ્યા છે. જેમાં જુલાઈ માસમાં 1 હજાર 311, એપ્રિલ માસમાં 912, મે માસમાં 1 હજાર 808 અને જૂન માસમાં 1 હજાર 609 પશુઓ પકડવામાં આવ્યા છે. ઢોર અંકુશ વિભાગની ઢીલી કામગીરીને કારણે રોડ પર પસાર થતા વાહન ચાલકોમાં ભય જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.