Not only Pathaan the scenes of Shahrukhs films were also deleted here is the list
બોલિવુડ /
માત્ર 'પઠાન' જ નહીં, શાહરૂખની આ ફિલ્મોના દ્રશ્યો પણ કરાયા હતા ડિલીટ, આ રહ્યું લિસ્ટ
Team VTV03:16 PM, 21 Mar 23
| Updated: 01:09 PM, 28 Mar 23
ફિલ્મ પઠાણને જલ્દી જ એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. OTT પર ફિલ્મના ડિલિટ થયેલા સીન્સ પણ દર્શક જોઈ શકશે. એવામાં અમે જણાવી રહ્યા છીએ શાહરૂખ ખાનની એ ટોપ ફિલ્મો જેના મોટા સીન્સ પડદા પર આવવા પહેલા જ ડિલિટ કરી દેવામાં આવ્યા હતા.
ટૂક સમયમાં એમેઝોન પ્રાઈમ પર જોવા મળશે પઠાણ
OTT પર જોઈ શકાશે ફિલ્મના ડિલિટ થયેલા સીન્સ
શાહરૂખની આ ફિલ્મોના સીન કરવામાં આવ્યા હતા ડિલિટ
પોતાની ફિલ્મ 'પઠાણ'થી શાહરૂખ ખાન આ વર્ષે ટોપ એક્ટર સાબિત થયા છે. કિંગ ખાનના નામથી ઓળખાતા શાહરૂખે એક વખત ફરી સાબિત કરી દીધુ...
ટૂક સમયમાં એમેઝોન પ્રાઈમ પર જોવા મળશે પઠાણ
OTT પર જોઈ શકાશે ફિલ્મના ડિલિટ થયેલા સીન્સ
શાહરૂખની આ ફિલ્મોના સીન કરવામાં આવ્યા હતા ડિલિટ
પોતાની ફિલ્મ 'પઠાણ'થી શાહરૂખ ખાન આ વર્ષે ટોપ એક્ટર સાબિત થયા છે. કિંગ ખાનના નામથી ઓળખાતા શાહરૂખે એક વખત ફરી સાબિત કરી દીધુ છે કે બોક્સ ઓફિસના બાદશાહ તે જ છે. 'પઠાણ'એ ભારતમાં 500 કરોડ રૂપિયાનો આંકડો ક્રોસ કર્યો તો ત્યાં જ દુનિયાભરમાં 1000 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી હતી.
હાલમાં જ ખબર સામે આવી હતી કે આ ફિલ્મને જલ્દી જ અમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. OTT પર ફિલ્મના ડિલિટ થતા સીન્સ પણ દર્શક જોઈ શકશે. એવામાં શાહરૂખની એ ટોપ ફિલ્મો વિશે જણાવીએ જેના મોટા પડદે સીન્સ આવતા પહેલા જ ડિલિટ કરાવી દેવામાં આવ્યા હતા. આ લિસ્ટ પર કરીએ નજર.
કુછ કુછ હોતા હૈ
યુટ્યુબ પર શાહરૂખ ખાનની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'નો એક સીન વાયરલ થયો હતો. જણાવવામાં આવી રહ્યું હતું કે ફિલ્મની શરૂઆત હકીકતે રાની મુખર્જીના પાત્ર ટીનાના મોતથી ન હતી થતી.
પરંતુ ફિલ્મની શરૂઆતમાં ટીનાનું શ્રીમંત દર્શાવવામાં આવ્યું હતું. આ સીનમાં ટીમા પોતાની ડિલીવરીમાં થતી મુશ્કેલીઓ વિશે વિચારીને પરેશાન હોય છે. ડાયરેક્ટર આદિત્ય ચોપડાના કહેવા પર કરણ જોહરે આ સીનને હટાવી દીધો હતો.
કભી ખુશી કભી ગમ
ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'ને આપણે બધાએ 100 વાર જોઈ હશે. દર્શકોને પણ આ ફિલ્મથી કોઈ ફરિયાદ નથી. જોકે હાલ ફિલ્મનો એક ડિલિટ થયેલો સીન ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે ફેંસ ગુસ્સે થઈ ગયા છે.
આ સીનમાં રાહુલ અને અંજલીના લંડન શિફ્ટ થવા બાદની જર્નીને જણાવવામાં આવી છે. ફેંસને આ સીન ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે જો આ સીન ફિલ્મથી કાપવામાં ન આવ્યો હોત તો સારૂ હોત.
દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે
બધા ફેંસને 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ફિલ્મમાં સિમરનની માતા લાજોની ચુપ્પીથી મુશ્કેલી થઈ રહી છે. લાજો પોતાના પતિની દરેક વાત માને છે અને દિકરી સિમરનનો સાથ નથી આપી શકતી.
પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મના ડિલિટ થયેલા સીનમાં લાજો સિમરનની વાત માનવા માટે અમરીશ પુરીના પાત્રને મનાવે છે. યશ રાજ ફિલ્મના યુટ્યુબ ચેનલ પર તેને રિલીઝ કરવામાં આવ્યો હતો.
ઓમ શાંતિ ઓમ
શાહરૂખ ખાનની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં એક શાનદાર સીન હતો. જેને કાપી નાખવામાં આવ્યો હતો. આ સીનમાં સ્ટાર્સને અવોર્ડ શોનો ભાગ બનતા દર્શાવવામાં આવ્યા હતા.
આ સીનમાં ફરહાન અખ્તનર, મલાઈકા અરોડા, બોમન ઈરાની, જાયદ ખાન અને આર માધવન હતા. બધા આ સીનમાં કંઈ પણ બોલી રહ્યા હતા. જેને સાંભળવું ખૂબ જ ફની હતું. પરંતુ અફસોસ આ સીન ફિલ્મમાં નથી.