બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / મુનવ્વર ફારૂકી જ નહીં, તેની બીજી પત્ની પણ લઇ ચુકી છે તલાક, તેને છે 10 વર્ષની પુત્રી

મનોરંજન / મુનવ્વર ફારૂકી જ નહીં, તેની બીજી પત્ની પણ લઇ ચુકી છે તલાક, તેને છે 10 વર્ષની પુત્રી

Last Updated: 07:44 PM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેજબીન કોટવાલા વ્યવસાયે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ હોવાનું કહેવાય છે

મુનવ્વર ફારૂકીએ હજુ સુધી તેના બીજા લગ્નની પુષ્ટિ કરી નથી, પરંતુ તે લાઇમલાઇટમાં રહે છે. તેમની બીજી પત્નીનું નામ મહેજબીન કોટવાલા હોવાનું કહેવાય છે, જે વ્યવસાયે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે. તેના અંગત જીવનને લઈને કેટલીક માહિતી સામે આવી છે.

પોતાની કોમિક અને કાવ્યાત્મક શૈલીના કારણે લાખો લોકોના દિલમાં વસી ગયેલા મુનવર ફારૂકી હાલમાં પોતાના બીજા લગ્નના કારણે ચર્ચામાં છે. કેટલાક મિડિયા રીપોર્ટથી પ્રાપ્ત માહિતી અનુસાર, તેણે 26 મેના સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ મહજબીન કોટવાલા સાથે લગ્ન કર્યા છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મુનવ્વરની જેમ મહેજબીનના પણ આ બીજા લગ્ન છે.

પિંકવિલાના એક અહેવાલ અનુસાર મહેજબીન તેના પહેલા લગ્નથી છૂટાછેડા લઈ ચૂકી છે અને તેને 10 વર્ષની પુત્રી છે. હવે તેણે મુનવ્વરને તેના જીવન સાથી તરીકે પસંદ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને થોડા મહિના પહેલા કોઈ પ્રોફેશનલ કારણોસર મળ્યા હતા, ત્યારબાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. પછી તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

મુનવ્વરના પ્રથમ લગ્ન ક્યારે થયા હતા?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુનવ્વરના પહેલા લગ્ન વર્ષ 2017માં જાસ્મિન નામની યુવતી સાથે થયા હતા. જોકે, લગ્નના માત્ર પાંચ વર્ષ બાદ જ 2022માં બંનેએ છૂટાછેડા લીધા હતા. મુનવ્વરને તેના પહેલા લગ્નથી એક પુત્ર પણ છે, જેનું નામ મિકેલ છે. મુનવ્વરે કંગના રનૌતના ટીવી રિયાલિટી શો 'લોકઅપ'માં પોતાના લગ્નનો ખુલાસો કર્યો હતો.

વધુ વાંચોઃ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ કાર્ડ થયું વાયરલ, 4 દિવસ ચાલશે ફંક્શન, જાણો ખાસ શું

હજી સુધી, મુનવ્વર તરફથી તેના બીજા લગ્નને લઈને કોઈપણ પ્રકારની માહિતી બહાર આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. મુંબઈની આઈટીસી ગ્રાન્ડ હોટેલમાં નિકાહ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર નજીકના લોકો જ હાજર રહ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Munwar Farooqui Marriage Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ