રિપોર્ટ અનુસાર અક્ષય ફરીથી 'હેરા ફેરી' ફ્રેન્ચાઇઝીના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાને મળ્યો હતો અને હાલમાં આવી રહેલા લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર આ ત્રિપુટી ફરી એક વખત સાથે આવી શકે છે.
અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની ત્રિપુટી
ત્રણ ફિલ્મોમાં એક સાથે નજર આવશે અક્ષય, સુનિલ અને પરેશ
'વેલકમ'માં વધશે કોમેડીનો ડોઝ?
'હેરા ફેરી' વાળી કોમેડીની શાનદાર ત્રિપુટી અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની એક સાથે ફરી મોટા પડદા પર કલ્પના કરવાથી ઘણા બોલિવૂડ ચાહકોના ચહેરા પર સ્માઇલ આવી જાય છે. લોકોને પૂરી આશા હતી કે 'હેરા ફેરી 3'માં ફરી એકવાર આ ત્રિપુટી નજર આવશે પણ વચ્ચે એવા સમાચાર આવ્યા હતા કે અક્ષય 'હેરા ફેરી 3'માં કામ કરવાનો નથી.
અક્ષય નહીં તો 'હેરા ફેરી 3' નહીં
જો કે આ અક્ષય કુમારે પોતે એક ઈવેન્ટમાં આ વાતની પુષ્ટિ કરી કરતાં કહ્યું હતું કે હવે તેઓ આ ફ્રેન્ચાઈઝીથી અલગ થઈ રહ્યો છે. એ સમયે અક્ષયની વાત સાંભળીને ચાહકોનું દિલ તૂટી ગયું હતું. આ સાથે જ એ સમયે અક્ષયના ફેન્સ દ્વારા ટ્વિટર પર ટ્રેન્ડ કરવામાં આવ્યું હતું કે અક્ષય નહીં તો 'હેરા ફેરી 3' નહીં.
ત્રિપુટી ફરી એક વખત સાથે આવી શકે છે
પણ આ પછી ફરી ફિલ્મ અને એ ત્રિપુટીને લઈને સારા સમાચાર સામે આવ્યા હતા. રિપોર્ટ અનુસાર અક્ષય ફરીથી 'હેરા ફેરી' ફ્રેન્ચાઇઝીના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાને મળ્યો હતો અને હાલમાં આવી રહેલા લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર આ ત્રિપુટી ફરી એક વખત સાથે આવી શકે છે.
ત્રણ ફિલ્મોમાં એક સાથે નજર આવશે અક્ષય, સુનિલ અને પરેશ
એક અહેવાલ મુજબ, અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ માત્ર 'હેરા ફેરી 3' માટે જ નહીં પણ તેમની વધુ બે ફિલ્મોની સિક્વલ માટે પણ સાથે આવવાના છે. હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણેયે હાલમાં જ મુંબઈમાં એક ખાસ પ્રોમો શૂટ કર્યો છે, જેમાં તેઓ ત્રણ ફિલ્મો માટે સાથે આવવાના છે તેની જાહેરાત કરી રહ્યા છે. જણાવી દઈએ કે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 'અક્ષય, સુનીલ અને પરેશ માત્ર હેરાફેરીની સિક્વલમાં જ નહીં પણ આવારા પાગલ દીવાના અને વેલકમની સિક્વલમાં પણ સાથે આવશે.
'વેલકમ'માં વધશે કોમેડીનો ડોઝ?
જણાવી દઈએ કે 'હેરા ફેરી' સિવાય ફિરોઝ 'આવારા પાગલ દીવાના' અને 'વેલકમ'ના નિર્માતા પણ હતા પણ 'વેલકમ'માં સુનીલ શેટ્ટીનું કોઈ પાત્ર નહોતું. હવે એ જોવું રસપ્રદ રહેશે કે જો સુનીલ શેટ્ટીની 'વેલકમ'ની સિક્વલમાં એન્ટ્રી થાય છે તો તે કયા નવા પાત્રમાં જોવા મળશે. કારણ કે 'વેલકમ'માં અક્ષય અને પરેશ સિવાય નાના પાટેકર અને અનિલ કપૂરના પાત્રો પણ ખૂબ લોકપ્રિય છે. જો સુનીલ શેટ્ટી પણ આ જબરદસ્ત કાસ્ટ સાથે જોડાય છે, તો ચોક્કસપણે કોમેડીનો ડોઝ ખૂબ જ મજબૂત બનશે.