દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસથી બચવા માટે વેક્સીન બનાવવાને લઈને કામ થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે વેક્સીન બનાવવાના કામમાં કોઈ પણ ઝડપ આવે તો પણ દુનિયાભરમાં આવતાં તેને 2થી 3 વર્ષનો સમય લાગી શકે છે. આ સમયે લોકો કોરોના વાયરસની સાથે રહેવું શીખી લે તે જરૂરી છે. જેમકે તેઓએ અન્ય કેટલીક બીમારીઓ સાથે રહેવાનું શીખી લીધું છે. હા, કોરોના સિવાય પણ દુનિયામાં અનેક બીમારીઓ છે જેનો કોઈ ચોક્કસ ઈલાજ હજુ સુધી મેળવી શકાયો નથી.
કોરોના જ નહીં આ અન્ય બીમારીનો પણ નથી ઈલાજ
જો વેક્સીન આવે તો પણ દરેક જગ્યાએ પહોંચતા લાગશે સમય
વ્યક્તિએ કોરોના સાથે જીવતા શીખવું પડશે
HIV AIDS
એઈડ્સ જેવી ઘાતક બીમારીને જન્મ આપનારા એચઆઈવી વાયરસ પણ માનવ માટે ઘાતક છે. આ વિશે 30 વર્ષ પહેલાં વૈજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો તો પણ તેનો કોઈ ચોક્કસ ઈલાજ હજુ સુધી મળ્યો નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના આધારે આ વાયરસના કારણે દુનિયામાં 3.2 કરોડ લોકોના જીવ ગયા છે. એચઆઈવીએ લોકોની જીવનશૈલી પર પણ અસર કરી છે. તેનો સંબંધ યૌન સંબંધ સાથે હોવાથી લોકો પોતાની અનેક આદતો બદલવા મજબૂર બન્યા છે. છતાં તેની કોઈ દવા શોધાઈ નથી. કેટલીક સાવચેતી અને નિયમોનું પાલન કરીને જ તેનાથી બચી શકાય છે.
એવિયન ઈન્ફ્લૂએન્ઝા
90ના દશકના અંતિમ સમયે એવિયન ઈન્ફ્લૂએન્ઝાના કેસ સામે આવ્યા ત્યારે અનેક લોકો સંક્રમિત થયા હતા અને મૃત્યુ પામ્યા હતા. એવિયન ઈન્ફ્લૂએન્ઝા ચકલીઓના મળથી માણસોમાં ફેલાય છે. 1997માં એચ5એન1 વાયરસનો સૌથી પહેલો સંક્રમણનો કેસ હોંગકોંગમાં આવ્યો હતો. જેના કારણે ત્યાં લાખોની સંખ્યામાં મરઘા મારી નાંખવામાં આવ્યા હતા. ત્યારબાદ તે વાયરસ આફ્રિકા, એશિયા અને યૂરોપના લગભગ 50 દેશોમાં ફેલાયો હતો. આ વાયરસનો મૃત્યુદર લગભગ 60 ટકા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આધારે વર્ષ 2013 અને 2017ની વચ્ચે આ બીમારીના કુલ 1565 કેસ આવ્યા હતા. તેમાંથી 39 ટકા સંક્રમિતોના મોત થયા હતા. વાયરસનો હજુ સુધી કોઈ ઈલાજ મળ્યો નથી.
સાર્સ વાયરસ
આ વાયરસ પણ કોરોના પરિવારનો છે. આ વાયરસનો પહેલો કેસ 2003માં આવ્યો હતો. માનવામાં આવે છે કે આ વાયરસ ચામાચીડિયાની મદદથી માણસમાં પ્રવેશે છે. ચીનના ગુઆંગજુ પ્રાંતમાં 2002માં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો. આ વાયરસની ઝપેટમાં આવવાથી ફેફસા સૌથી વધારે પ્રભાવિત થાય છે અને સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. 2003માં 26 દેશોના લગભગ 8000 લોકોમાં સાર્સ વાયરસ ફેલાયો હતો. તેમાં 916 લોકોના મોત થયા હતા. સાર્સ વાયરસમાં મૃત્યુદર 11 ટકાની આસપાસ છે. ત્યારથી તેના સંક્રમણના કેસ ઓછા આવી રહ્યા છે. આ માટે વેક્સીન પર રિસર્ચનું કામ પણ વધારે થઈ રહ્યું નથી.
મર્સ કોવ વાયરસ
આ વાયરસ પણ એક પ્રકારનો કોરોના વાયરસ છે. તેની જાણકારી 2012મા આવી હતી. આ બીમારીમાં મૃત્યુદર સૌથી વધુ છે. નવેમ્બર 2019 સુધી દુનિયાભરમાં તેનાથી 2494 કેસ આવ્યા હતા અને 858 લોકો સંક્રમિત થયા હતા. વાયરસનો પહેલો કેસ સઊદી અરબમાં આવ્યો અને હવે તે 27 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. મર્સ કોવ વાયરસના અરબી ઊંટોથી માણસમાં ફેલાવવાની વાત સામે આવી છે. મર્સ અને સાર્સ વાયરસનું નિયંત્રિત થવાના કારણે તેની વેક્સીન પર કામ કરવામાં આવ્યું નથી.