બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કારમાં જ નહીં બાઇકમાં પણ હોય છે સેફ્ટી ફીચર્સ, નવા બાઈકની ખરીદી પહેલા ચેક કરજો

ઓટો ટિપ્સ / કારમાં જ નહીં બાઇકમાં પણ હોય છે સેફ્ટી ફીચર્સ, નવા બાઈકની ખરીદી પહેલા ચેક કરજો

Last Updated: 07:34 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોની સલામતી માટે બાઇકમાં સેફ્ટી ફીચર્સ ઉમેરવામાં આવે છે. જ્યારે પણ તમે નવી બાઇક ખરીદવા જાઓ છો તો ચોક્કસથી જોઈ લો કે તેમાં કયા સેફ્ટી ફીચર્સ છે.

તમે નવું બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જાણકારી હોવી જરૂરી છે. તમે જાણો છો કે જે રીતે કારમાં સેફ્ટી ફીચર્સ મળે છે તેવી જ રીતે કેટલાક બાઇક પણ છે જેમાં સેફ્ટીના ખાસ અને મહત્વપૂર્ણ ફીચર્સ આવે છે. લોકોની સલામતી માટે બાઇકમાં સેફ્ટી ફીચર્સ ઉમેરવામાં આવે છે. જ્યારે પણ તમે નવું બાઇક ખરીદવા જાવ છો તો ચોક્કસથી જોઈ લો કે તેમાં કયા સેફ્ટી ફીચર્સ છે.

CBS

સીબીએસ એટલે કમ્બાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમ જે બાઇકમાં આ ફીચર ન હોય તેમાં દરેક વ્હીલ માટે બંને બાજુ અલગ-અલગ બ્રેક હોય છે. જે બાઇકમાં આ સુવિધા આવે તેમાં ડાબી બાજુની બ્રેક બંને વ્હીલ્સ સાથે જોડાયેલી હોય છે. જેનાથી માત્ર ડાબી બાજુની બ્રેક દબાવવાથી બાઈકના બંને ટાયર એક સાથે અટકી જાય છે.

Bike 2

ABS

બાઇકમાં એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ જેવા સેફ્ટી ફીચર્સ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. અચાનક બ્રેક લગાવવાથી ઘણી વખત બાઇક સ્લિપ થાય છે, તેથી આવું ન થાય તે માટે ABS જેવા સેફ્ટી ફીચર્સ સામેલ કરવામાં આવે છે.

આ પણ વાંચો: કાર ચલાવતી વખતે ક્યારેય ન કરશો ગિયર સાથે જોડાયેલી આ ભૂલો, થઈ શકે એક્સિડન્ટ

Traction Control

બાઇકમાં ઉપલબ્ધ આ સેફ્ટી ફીચર રસ્તા પર ચાલતી બાઇકને વધુ સારી રીતે કંટ્રોલ કરવામાં મદદરુપ થાય છે. ભીના રસ્તાઓ અથવા માટી પર બાઇક સ્લિપ થવાની સંભાવના વધારે હોય છે. તેથી જ આ ફિચરને બાઈકમાં સામેલ કરવામાં આવે છે. આ ફીચર બાઈકને સ્લીપ થતું અટકાવવામાં મદદ કરે છે, જેથી બાઇકને સારી રીતે કંટ્રોલ કરી શકાય.

સંકળાયેલા મુદ્દાઓ

Bike safety features બાઈક Auto Tips ઓટો ટિપ્સ સેફ્ટી ફીચર્સ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ